Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અભિષેક બચ્ચને કરાવ્યો નવો હૅરકટ, કોરોનાને હરાવ્યા પછી હવે બૅક ટુ વર્ક

અભિષેક બચ્ચને કરાવ્યો નવો હૅરકટ, કોરોનાને હરાવ્યા પછી હવે બૅક ટુ વર્ક

01 September, 2020 12:53 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

અભિષેક બચ્ચને કરાવ્યો નવો હૅરકટ, કોરોનાને હરાવ્યા પછી હવે બૅક ટુ વર્ક

અભિષેક બચ્ચન

અભિષેક બચ્ચન


બોલીવુડ અભિનેતા અભિષેક બચ્ચન કોરોના વાયરસને માત આપીને તાજેતરમાં જ ઘરે પાછો ફર્યો છે. હવે અભિષેક ફરી એકવાર શૂટિંગ પર પહોંચ્યો છે. આ વાતની માહિતી તેણે પોતાની એક તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આપી છે. આ અભિષેકના મેકઓવરની તસવીર છે, જેને તેણે પોતાના કામ પર પાછાં પહોંચતાં પહેલા કરાવ્યો છે. લૉકડાઉનના સમયમાં એક્ટરના વાળ ઘણાં વધી ગયા હતા, જેને હવે તેણે કપાવી દીધા છે.

અભિષેક બચ્ચને કરાવ્યું મેકઓવર
મેકઓવરની આ તસવીર શૅર કરતાં અભિષેક બચ્ચને કૅપ્શનમાં લખ્યું, "પહેલા અને પછી... ફરી પાછાં કામ પર" અભિષેક બચ્ચનની આ બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. તેના બિફોર અને આફ્ટર આ લૂકની તસવીર સોશિયલ મીડિયા પર પૉપ્યુલર થઈ રહી છે. ફક્ત ચાહકો જ નહીં બોલીવુડ સેલેબ્સ સુધી બધાં કોમેન્ટ કરીને અભિષેકના વખાણ કરી રહ્યા છે.



 
 
 
View this post on Instagram

Before and after! Time to get back to work. Thank you @aalimhakim

A post shared by Abhishek Bachchan (@bachchan) onAug 31, 2020 at 2:57am PDT


આ તસવીર પર હ્રિતિક રોશનથી લઈને અભિષેકની બહેન શ્વેતા બચ્ચન અને અનુપમ ખેર સુધી ઘણાં લોકોએ કોમેન્ટ્સ કરીને લખ્યું છે, "શું વાત છે." તો શ્વેતાએ લખ્યું છે કે, "હવે મને બરાબર દેખાય છે કે તારા વાળ કપાયા છે." બિપાશા બાસુએ કોમેન્ટ કરતાં લખ્યું છે કે, "સારો દેખાઇ રહ્યો છે અભિષેક બચ્ચન." તો અનુપમ ખેરએ મજાક કરતાં લખ્યું છે કે કાશ હું પણ બિફોર અને આફ્ટર ફોટો શૅર કરી શક્યો હોત.


કોરોનાને માત આપ્યા પછી પહેલી વાર બહાર નીકળ્યો અભિષેક
કોરોનાને માત આપ્યા પછી અભિષેક બચ્ચન પહેલીવાર બહાર નીકળ્યો છે. પોતાના મેકઓવર પહેલા બચ્ચન ડાયરેક્ટર જેપી દત્તાની દીકરી નિધિ દત્તાની સગાઇમાં પહોંચ્યો હતો. ક્રીમ કલરના કુર્તા-પાયજામામાં તે ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો. જણાવવાનું કે અભિષેકની ડેબ્યૂ ફિલ્મ રિફ્યૂજી બનાવી હતી. આ ફિલ્મમાં તેની હિરોઇન કરીના કપૂર હતી.

11 જુલાઇ 2020ના અભિષેક બચ્ચન કોરોના પૉઝિટીવ આવ્યો હતો. તેના કોરોના પૉઝિટીવ આવ્યા પછી ઘરના બધાં સભ્યોએ પોતાના ટેસ્ટ કરાવ્યા ગતા. જેમાં અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા રાય અને આરાધ્યા બચ્ચન કોરોના પૉઝિટીવ આવ્યા હતા. આ વાતની માહિતી પોતે અભિષેક બચ્ચન અને અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા દ્વારા આપી હતી. સૌથી પહેલા ઐશ્વર્યા અને આરાધ્યા સ્વસ્થ થઈ ગયાં હતાં. પછી અમિતાભ અને છેલ્લે અભિષેક બચ્ચન ઘરે પાછો ફર્યો. પ્રૉજેક્ટ્સની વાત કરીએ તો અભિષેક બચ્ચન છેલ્લે અમેઝૉન પ્રાઇમની વેબસીરિઝ બ્રીદ 2માં જોવા મળ્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

01 September, 2020 12:53 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK