Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ટ્વીટરમાં જુનિયર બચ્ચન થયો ટ્રોલ, આપ્યો આ જવાબ...

ટ્વીટરમાં જુનિયર બચ્ચન થયો ટ્રોલ, આપ્યો આ જવાબ...

10 November, 2020 04:18 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ટ્વીટરમાં જુનિયર બચ્ચન થયો ટ્રોલ, આપ્યો આ જવાબ...

ફાઈલ ફોટો

ફાઈલ ફોટો


અભિનેતા અભિષેક બચ્ચન તેની આગામી ફિલ્મ લુડોના પ્રમોશનમાં વ્યસ્ત છે. તેની ફિલ્મ દિવાળી પર નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે. આ તમામ વચ્ચે અભિષેક ટ્રોલ થઇ રહ્યો છે.




ટ્વિટર પર એક યુઝરે અભિષેક બચ્ચનને ટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે પોતે જ ટ્રોલ થયો હતો. આ યુઝરે પોતાની ટ્વિટમાં ખેડૂતનો ફોટો શેર કર્યો. ખેડૂત પરાળી બાળી રહ્યો છે. અભિષેક બચ્ચન ફોટોમાં જોવા મળેલી વ્યક્તિની જેમ કંઈક અંશે દેખાય છે. યુઝરે ફોટો શેર કરીને લખ્યું – જો અભિષેક ‘બચ્ચન’ ન હોત. આ રીતે તેનુ કહેવાનુ હતુ કે અભિષેક ફક્ત બચ્ચન હોવાના લીધે જ ચાલી રહ્યો છે કે ફિલ્મોમાં કામ કરી રહ્યો છે.


જુનિયર બચ્ચને આ ટ્વીટનો જોરદાર જવાબ આપ્યો. ટ્રોલરની ટ્વિટનો જવાબ આપતા તેણે લખ્યું, હાહાહાહા. ફની! તારા કરતા તો સારો દેખાઉ છુ દોસ્ત. આ પહેલીવાર નથી જ્યારે અભિષેક બચ્ચને ટ્રોલને યોગ્ય જવાબ આપ્યો હોય. તે આ પહેલા પણ આ રીતે સોશિયલ મીડિયા પર જવાબ આપી ચુક્યો છે.

નેપોટિઝમના નામે એક યુઝરે અગાઉ પણ તેને ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે અભિનેતાએ ખૂબ જ રમૂજી જવાબ આપ્યો હતો. અમિત શુક્લા નામના પહેલા યૂઝર્સે લખ્યું, ‘તને નથી લાગતું કે તને માત્ર અમિતાભ બચ્ચનના પુત્રના કારણે જ ફિલ્મોમાં કામ મળે છે.’ અભિષેકે આ ટ્વીટનો જવાબ આપ્યો, હું ઈચ્છું છું કે તમે જે બોલો તે સાચું પડે. વિચારો કે મને કેટલું કામ મળશે.

અભિષેક બચ્ચન લુડો ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે રાજકુમાર રાવ, આદિત્ય રોય કપૂર, પંકજ ત્રિપાઠી, સાન્યા મલ્હોત્રા છે. લુડો નિર્દેશક અનુરાગ બાસુએ પ્રોડ્યુસ કરી છે. આ સાથે જ અભિષેક ફિલ્મ બિગ બુલ અને બોબ બિસ્વાસમાં પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

Whatsapp-channel Whatsapp-channel

10 November, 2020 04:18 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK