Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ધ સ્કાય ઇઝ પિન્ક જોવા માટે ઉત્સુક છે આમિર ખાન

ધ સ્કાય ઇઝ પિન્ક જોવા માટે ઉત્સુક છે આમિર ખાન

17 September, 2019 11:23 AM IST | મુંબઈ

ધ સ્કાય ઇઝ પિન્ક જોવા માટે ઉત્સુક છે આમિર ખાન

આમિર ખાન

આમિર ખાન


આમિર ખાન ‘ધ સ્કાય ઇઝ પિંક’ને જોવા માટે ખૂબ આતુર બની ગયો છે. આ ફિલ્મને શોનાલી બોઝે ડિરેક્ટ કરી છે. સિદ્ધાર્થ રૉય કપૂર અને પ્રિયંકા ચોપડા જોનસે આ ફિલ્મને પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મમાં પ્રિયંકા, ફરહાન અખ્તર અને ઝાયરા વસીમ અગત્યની ભૂમિકામાં જોવા મળશે.

sky-is-pink



ટૉરેન્ટો ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મનો પ્રીમિયર શો રાખવામાં આવ્યો હતો. ફિલ્મને જોવા હાજર લોકોએ તાળીઓનાં ગડગડાટ સાથે ઊભા રહીને એને વધાવી લીધી હતી. આ ફિલ્મ ભારતમાં ૧૧ ઑક્ટોબરે રિલીઝ કરવામાં આવશે. ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં જ રિલીઝ કરવામાં આવ્યુ હતું.


આ પણ વાંચો : કબીર સિંહના ડિરેક્ટર સંદીપ વાંગાની ડેવિલમાં રણબીર કપૂર જોવા મળશે?

ટ્રેલર જોઈને સૌની પ્રશંસા કરતાં ઇન્સ્ટાગ્રામ પર આમિરે કૅપ્શન આપી હતી કે ‘મને ફિલ્મનું ટ્રેલર ખૂબ ગમ્યુ છે. ફિલ્મ જોવા માટે હું ખૂબ ઉત્સાહિત છું. એવુ લાગી રહ્યું છે કે શોનાલીએ વધુ એક અદ્ભુત ફિલ્મ બનાવી છે. મને પૂરી ખાતરી છે કે ફિલ્મમાં પ્રિયંકા, ફરહાન અને ઝાયરાનું પર્ફોર્મન્સ શાનદાર હશે. સિદ્ધાર્થ તારી આ સ્વતંત્ર ફિલ્મ માટે તને શુભેચ્છા. લવ. એ.’


Whatsapp-channel Whatsapp-channel

17 September, 2019 11:23 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK