આદિલ ખાન (Aadil Khan)ને સ્પેશ્યલ ઓપ્સ 1.5માં વિલનના પાત્રમાં ભરપુર પ્રેમ મળી રહ્યો છે. એક સમયે રેડિયોના માધ્યમથી પોતાના અવાજનું જાદુ પ્રસરાવનારા આદિલ ખાનને માટે અભિનેતા બનવાના જર્ની રસપ્રદ રહી. ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથેના ખાસ ઇન્ટરવ્યુમાં આદિલ ખાને દિલ ખોલીને વાત કરી અને જણાવ્યું કે કઇ રીતે વિધુ વિનોદ ચોપરા જેવા ડાયરેક્ટર સાથે અને કે કે મેનન જેવા અભિનેતાઓ સાથે સ્ક્રીન શૅર કરીને તે કઇ રીતે ઇવોલ્વ થયા છે.

















