Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > મની હાઇસ્ટના ડિરેક્ટર કયા ભારતીય ઍક્ટર્સને પ્રોફેસર તરીકે જુએ છે?

મની હાઇસ્ટના ડિરેક્ટર કયા ભારતીય ઍક્ટર્સને પ્રોફેસર તરીકે જુએ છે?

12 May, 2020 08:41 PM IST | Ahmedabad
Nirali Dave

મની હાઇસ્ટના ડિરેક્ટર કયા ભારતીય ઍક્ટર્સને પ્રોફેસર તરીકે જુએ છે?

મની હાઇસ્ટ

મની હાઇસ્ટ


નેટફ્લિક્સની વેબ-સિરીઝ ‘મની હાઇસ્ટ’નો ફિવર ભારત સહિત સમગ્ર વિશ્વમાં જોવા મળ્યો છે. આ સ્પૅનિશ થ્રિલર શોના મીમ્સ વાઇરલ બની રહ્યા છે અને ભારતીય ચાહકો ઇન્ડિયન વર્ઝનમાં કયા કલાકારો હોઈ શકે એની ચર્ચા કરી રહ્યા છે. ‘મની હાઇસ્ટ’ના અત્યંત પૉપ્યુલર બનેલા પાત્ર ‘પ્રોફેસર’ માટે સોશ્યલ મીડિયા પર શાહરુખ ખાન કે આયુષ્માન ખુરાનાનાં નામ ચર્ચાઈ રહ્યાં છે. જોકે આ સિરીઝના ડિરેક્ટર ઍલેક્સ રૉડ્રિગો ‘પ્રોફેસર’ના રોલમાં આયુષ્માન ઉપરાંત અન્ય ભારતીય અભિનેતાને જુએ છે.

તાજેતરમાં એક ઇન્ટરવ્યુ દરમ્યાન ‘મની હાઇસ્ટ’ના ડિરેક્ટર ઍલેક્સ રૉડ્રિગોને શાહરુખ ખાન, થલપથી વિજય, અજિત કુમાર, રણવીર સિંહ, સૂર્યા અને મહેશ બાબુ એમ ૬ ભારતીય અભિનેતાના ફોટો બતાવવામાં આવ્યા હતા જેમાંથી સિરીઝના કયા પાત્ર માટે કોણ બંધ બેસે છે એ વિશે ઍલેક્સને પૂછવામાં આવ્યું હતું. લીડ રોલમાં ‘પ્રોફેસર’ તરીકે ઍલેક્સે સાઉથના સુપરસ્ટાર વિજયને પસંદ કર્યો હતો, કારણ કે તેનો લુક પ્રોફેસર જેવો લાગે છે, તો બર્લિનના રોલ વિશે ડિરેક્ટરે કહ્યું કે શાહરુખ ખાન સ્ટાઇલિશ લાગે છે એટલે તે બર્લિન તરીકે જામશે. અન્ય પાત્રોની વાત કરીએ તો ડેનવર તરીકે રણવીર સિંહ, બોગોતાના રોલમાં અજિત કુમાર, તમાયો તરીકે મહેશ બાબુ અને સ્વારેઝના રોલ માટે તેમણે સૂર્યાનું નામ લીધું હતું. વેલ, ‘મની હાઇસ્ટ’નું ભારતીય વર્ઝન કોઈ બનાવે છે કે નહીં એ તો આવનારો સમય જ કહેશે.


Whatsapp-channel Whatsapp-channel

12 May, 2020 08:41 PM IST | Ahmedabad | Nirali Dave

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK