Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > ક્રાઇમ-થ્રિલરમાં દેખાશે વાણી કપૂર?

ક્રાઇમ-થ્રિલરમાં દેખાશે વાણી કપૂર?

01 February, 2023 03:34 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ શોને ‘મર્દાની’ના ગોપી પુથરન ડિરેક્ટ કરશે

વાણી કપૂર

વાણી કપૂર


યશરાજ ફિલ્મ્સની ક્રાઇમ-થ્રિલરમાં વાણી કપૂર દેખાશે એવી ચર્ચા છે. આ શોને ડિજિટલ પ્લૅટફૉર્મ પર રિલીઝ કરવામાં આવશે. વાણી પોતે એક એવા પ્રોજેક્ટની શોધમાં હતી જેમાં તેના પર્ફોર્મન્સને લોકો યાદ રાખી શકે. પછી એ થિયેટરમાં રિલીઝ થાય કે ડિજિટલ પ્લૅટફૉર્મ પર રિલીઝ થાય એનાથી તેને કોઈ ફરક નથી પડતો. તેને ચૅલેન્જ ગમે છે. આ શોને ‘મર્દાની’ના ગોપી પુથરન ડિરેક્ટ કરશે. એવું જાણવા મળ્યું છે કે આ શોનો કન્સેપ્ટ બ્રિલિયન્ટ છે અને મેકર્સનું માનવું છે કે આ શો લોકોને સરપ્રાઇઝ કરશે. ગોપીની ઇચ્છા એવા ઍક્ટરને કાસ્ટ કરવાની હતી જે ડિજિટલ પ્લૅટફૉર્મ પર નવું હોય. તેણે હંમેશાં વાણીના કામની પ્રશંસા કરી છે. એથી આ શો બનાવતી વખતે ગોપીએ વાણી સાથે ચર્ચા કરી હતી અને તેને સ્ટોરી એટલી ગમી ગઈ કે તેણે તરત હા પાડી દીધી હતી.


Whatsapp-channel Whatsapp-channel

01 February, 2023 03:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK