એની ત્રીજી સીઝન પણ થોડા સમય પહેલાં ડિઝની + હૉટસ્ટાર પર રિલીઝ થઈ હતી. એને રામ માધવાણીએ બનાવી છે.
સુસ્મિતા સેન
સુસ્મિતા સેનને ‘આર્યા’ મળી એ પહેલાં તે એક ઍક્ટર તરીકે સ્થિર થઈ ગઈ હતી. આ સિરીઝ ઑફર થતાં તેણે તરત હા પાડી દીધી હતી. એની ત્રીજી સીઝન પણ થોડા સમય પહેલાં ડિઝની + હૉટસ્ટાર પર રિલીઝ થઈ હતી. એને રામ માધવાણીએ બનાવી છે. એ સિરીઝ અગાઉ તેની સ્થિતિ કેવી હતી એ વિશે સુસ્મિતાએ કહ્યું કે ‘હું એક ઍક્ટર તરીકે સ્થિર થઈ ગઈ હતી. હું કાંઈ પણ નહોતી શીખી રહી. મારે કાંઈક શીખવું હતું. હું એ જ જૂનું કામ નહોતી કરવા માગતી જે એક ફૅક્ટરી ચલાવવા જેવું હતું. બાદમાં મારી મુલાકાત રામ સાથે થઈ અને તેણે મને ‘આર્યા’ વિશે કહ્યું. પહેલી પાંચ મિનિટ સાંભળતાં જ મેં હા પાડી હતી. મને વિચાર આવ્યો કે હે ભગવાન, મારે આ કરવું છે. તેણે મને જણાવ્યું કે ‘મારે વર્કશૉપ્સ કરવી પડશે. શીખેલી વસ્તુઓ ભૂલવી પડશે અને ફરીથી શીખવું પડશે.’ મને લાગ્યું કે મારે પણ તો આવું જ કરવું છે. મારે ઘણીબધી વસ્તુઓ ભૂલવી પડી હતી, કારણ કે હું ૯૦ના દાયકાની હતી અને ૯૦ના દાયકાની ઍક્ટર હતી. એથી મારે ઘણુંબધું કરવાનું હતું. એ પ્રોસેસ ખૂબ ફ્રેન્ડ્લી અને ઉમળકાથી ભરેલી હતી કે હું એક નવા નિશાળિયાના અલગ દૃષ્ટિકોણ સાથે આવી હતી. આખી લાઇફમાં મને થિયેટરથી ડર લાગતો હતો. તેણે અમારી પાસે થિયેટર કરાવ્યું. એમાં કોઈ કટ્સ નહોતા. અમારે ઓપન અને કન્ટ્રોલ્ડ વાતાવરણમાં પર્ફોર્મ કરવાનું હતું. અમારો એક ટેક ૩૦થી ૪૦ મિનિટ બાદ આવતો હતો.’

