તેની ધમનીમાં ૯૫ ટકા બ્લૉકેજિસ હતાં. તેની વેબ-સિરીઝ ‘તાલી’ હાલમાં જ જિયો સિનેમા પર રિલીઝ થઈ છે.
સુસ્મિતા સેન
સુસ્મિતા સેનને માર્ચમાં હાર્ટ-અટૅક આવ્યો હતો અને તેની ઍન્જિયોપ્લાસ્ટી પણ કરાવવી પડી હતી. સાથે જ સ્ટૅન્ટ પણ બેસાડવામાં આવી છે. તેનું કહેવું છે કે હાર્ટ-અટૅકના ચાર મહિના બાદ પણ તે સ્વસ્થ છે. પોતાને હાર્ટ-અટૅક આવ્યો હતો એની માહિતી તેણે માર્ચમાં સોશ્યલ મીડિયામાં આપી હતી. સાથે જ તેણે એમ પણ જણાવ્યું હતું કે તેની ધમનીમાં ૯૫ ટકા બ્લૉકેજિસ હતાં. તેની વેબ-સિરીઝ ‘તાલી’ હાલમાં જ જિયો સિનેમા પર રિલીઝ થઈ છે. પોતાની હેલ્થ વિશે સુસ્મિતા સેને કહ્યું કે ‘હું હંમેશાંથી લાઇફને પ્રેમ કરતી હતી, કરું છું અને કરતી રહીશ. મને લાગે છે કે મારી લાઇફનો એ સમય ખૂબ અઘરો હતો. એ દરમ્યાન મને એ વાતનો પણ એહસાસ થયો કે મેં અનેક વસ્તુઓ પર ધ્યાન નહોતું આપ્યુ. એથી હવે મને જે પણ સમય મળ્યો છે એમાં મારાથી બનતું મારે દરેક વસ્તુ કરવી છે. ભાગ્યે જ એમાંથી કોઈ સ્વસ્થ થઈને બહાર આવે છે. મને હાર્ટ-અટૅક આવ્યાના ચાર મહિના પસાર થઈ ગયા છે અને હું સ્વસ્થ છું. ત્યાર બાદ જે કાંઈ પણ થયું એને કારણે હું આજે અહીં છું. એથી હવે હું સમયનો સદુપયોગ કરીને મારી લાઇફને ફુલ ઑન જીવું છું.’


