સક્સેશન’ને ૨૭ નૉમિનેશન અને ‘ધ લાસ્ટ ઑફ અસ’ને ૨૪ નૉમિનેશન મળ્યાં છે
એમી નૉમિનેશનમાં ‘સક્સેશન’ અને ‘ધ લાસ્ટ ઑફ અસ’ મોખરે
એમી નૉમિનેશનની જાહેરાત કરવામાં આવી છે અને એમાં સૌથી આગળ ‘સક્સેશન’ અને ‘ધ લાસ્ટ ઓફ અસ’ છે. ‘સક્સેશન’ને ૨૭ નૉમિનેશન અને ‘ધ લાસ્ટ ઑફ અસ’ને ૨૪ નૉમિનેશન મળ્યાં છે. આ સિવાય સૌથી વધુ ‘વાઇટ લોટસ’ને ૨૩ અને ‘ટેડ લાસો’ને ૨૧ નૉમિનેશન મળ્યાં છે. ત્યાર બાદ ‘ડેહમર : અ મૉન્સ્ટર્સ સ્ટોરી’ અને ‘બીફ’ને ૧૩થી વધુ તેમ જ ‘વેડનસડે’ને બાર નૉમિનેશન મળ્યાં છે. આ વર્ષના અવૉર્ડ માટે કોઈ પણ શો ૨૦૨૨ની પહેલી જૂનથી ૨૦૨૩ની ૩૧ મે સુધીમાં ઑન ઍર થયો હોવો જોઈએ. ૭૫મો એમી અવૉર્ડ્સ ૧૯ સપ્ટેમ્બરે લાયન્સગેટ પ્લેટ ઍપ પર સવારે સાડાપાંચ વાગ્યે લાઇવ સ્ટ્રીમ થશે.


