દહાડનું રસપ્રદ ટ્રેલર સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ચિંતાજનક વાતાવરણમાં શરૂ થાય છે, જ્યાં અંજલિ ભાટીના પાત્રમાં સોનાક્ષી સિંહા અને તેના સાથીદારો ખુલ્લેઆમ ફરતા અને નિર્દોષ લાગતા સીરિયર કિલરની શોધમાં છે.
દહાડ
ભારતના સૌથી લોકપ્રિય મનોરંજન માધ્યમ પ્રાઇમ વીડિયોએ આજે પોતાની અપકમિંગ ક્રાઇમ-ડ્રામા સીરિઝ દહાડનું ટ્રેલર લૉન્ચ કરી દીધું છે. આ સીરિઝ રીમા કાગ્તી અને ઝોયા અખ્તરએ બનાવી છે તથા તેનું નિર્દેશન કાગ્તીએ રુચિકા ઓબેરોય સાથે કર્યું છે. એક્સલ મીડિયા એન્ડ એન્ટરટેઇન્મેન્ટ અને ટાઇગર બેબી દ્વારા નિર્મિત, એક્ઝિક્યુટિવ નિર્માતાઓ તરીકે રિતેશ સિધવાની, ફરહાન અખ્તર, રીમા કાગ્તી અને ઝોયા અખ્તર ધરાવતા દહાડમાં સોનાક્ષી સિંહા, વિજય વર્મા, ગુલશન દેવૈયા, અને સોહમ શાહ મુખ્ય ભૂમિકાઓમાં છે. 240+ દેશો અને વિસ્તારોમાં પ્રાઇમ મેમ્બર્સ 12 મેથી શરૂ થતી આ સીરિઝ જોઈ શકશે. દહાડ પ્રાઇમ મેમ્બરશિપમાં લેટેસ્ટ એડિશન છે.
દહાડનું રસપ્રદ ટ્રેલર સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ચિંતાજનક વાતાવરણમાં શરૂ થાય છે, જ્યાં અંજલિ ભાટીના પાત્રમાં સોનાક્ષી સિંહા અને તેના સાથીદારો ખુલ્લેઆમ ફરતા અને નિર્દોષ લાગતા સીરિયલ કિલરની શોધમાં છે. શ્રેણીબદ્ધ રહસ્યના સેટ શરૂ થયેલી કામગીરી ઝડપથી સીરિયર કિલરને પકડવાની શોધ બની જાય છે, કારણ કે તેઓ સમયની સામે દોટ મૂકે છે, અન્ય એક મહિલા તેનું જીવન ગુમાવે એ અગાઉ બધા કોયડા ઉકલે છે.
ADVERTISEMENT
પ્રાઇમ વીડિયોના ઇન્ડિયા ઓરિજિનલ્સના હેડ અપર્ણા પુરોહિતે કહ્યું હતું કે, “દહાડ રસપ્રદ વિષય અને જકડી રાખે એવા પાત્રો ધરાવે છે. આ પાત્રોનું લેખન ઘણું સારી રીતે થયું છે અને કલાકારોએ આ પાત્રો જીવંત કરી દીધા છે. કલાકાર દ્વારા અસાધારણ અભિનય શોમાં તણાવ અને ગતિશીલતા પેદા કરે છે, જેથી અમારા દર્શકો અંત સુધી જકડાયેલા રહેશે એની ખાતરી છે. આ એક્સલ અને ટાઇગર બેબીની ટીમ સાથે અમારા જોડાણને વધારતું એક વધુ પ્રકરણ હોવાથી અમે રોમાંચિત છીએ.”
સોનાક્ષી સિંહાએ કહ્યું હતું કે, “મારા માટે દહાડ ખૂબ જ ખાસ પ્રોજેક્ટ છે. આ ઓટીટી પર મારા પ્રવેશની સાથે પહેલી ભારતીય સીરિઝ છે, જેને 2023 બર્લિનાલે ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રસ્તુત કરવામાં આવી છે. અંજલિ ભાટી મેં અગાઉ ભજવેલા અન્ય કોઈ પણ પાત્રથી અલગ પાત્ર છે. રીમા અને ઝોયાએ એક એવા પાત્રની રચના કરી છે, જે નીડર હોવાની સાથે પેઢી માટે રોલ મોડલ બનવાની સંભવિતતા ધરાવે છે. આ કલાકારો અને ટીમ સાથે કામ કરવું ખરેખર એક લ્હાવો છે અને પ્રાઇમ વીડિયો સાથે સમગ્ર દુનિયામાં દર્શકો સામે આ સીરિઝ પ્રસ્તુત કરીને ખુશ છુ.”
વિજય વર્માએ કહ્યું હતું કે, “દહાડ એક એક રોમાંચક અને રસપ્રદ ડ્રામા છે, જે ખરેખર વિશેષ છે. મેં તેમાં પડકારજનક છતાં યાદગાર પાત્ર ભજવ્યું છે. આનંદ એક સરળ શિક્ષક, એક પારિવારિક માણસ છે, જે પોતાના વીકેન્ડ નબળાં સમુદાયના બાળકોને શિક્ષણ આપવામાં પસાર કરે છે. પણ જે દેખાય છે તેના કરતાં ઘણું વધારે છે અને અહીં રહસ્ય રહેલું છે! રીમા અને ઝોયા આપણા સમયના થોડાં શ્રેષ્ઠ ફિલ્મ નિર્માતાઓમાં સામેલ છે અને દહાડ સાથે તેમણે તેમની કામગીરીને વધારે શ્રેષ્ઠ બનાવી છે. હું આ સીરિઝ સાથે જોડાણ કરવાનો રોમાંચ અનુભવું છું અને એક્સલ એન્ટરટેઇન્મેન્ટ, ટાઇગર બેબી અને પ્રાઇમ વીડિયો સાથે ફરી જોડાવાની ખુશી છે. બર્લિનાલમાં સકારાત્મક પ્રતિસાદ જોવા મળ્યાં પછી હું ભારત અને વિદેશ એમ બંનેમાં દર્શકોની પ્રતિક્રિયા મેળવવા આતુર છું.”
આ પણ વાંચો : સની દેઓલના દીકરા Karan Deolએ કરી સગાઈ, જાણો ક્યારે કરશે લગ્ન?
દહાડ વિશે વાત કરીએ તો દહાડ આઠ-ભાગમાં બનેલી સિનેમા ડ્રામા છે, જે એક નાનાં નગરના પોલિસ-સ્ટેશનમાં સબ-ઇન્સ્પેક્ટર અંજલિ ભાટી અને તેના સાથીદારોની આસપાસ ફરે છે. જ્યારે જાહેર બાથરૂમોમાં એક પછી એક મહિલાઓ રહસ્યમય રીતે મૃત અવસ્થામાં મળે છે અને સબ-ઇન્સ્પેક્ટર ભાટીને તપાસ કરવાની જવાબદારી સુપરત કરવામાં આવે છે, ત્યારથી આની શરૂઆત થાય છે. સૌપ્રથમ આ મૃત્યુઓ સ્પષ્ટપણે આત્મહત્યા હોય એવું લાગે છે, પણ જેમ જેમ વધુને વધુ કેસ બહાર આવે છે, તેમ તેમ ભાટીને શંકા જાય છે કે કોઈ સીરિયર કિલર આ હત્યાઓ કરી રહ્યો છે. પછી એક અનુભવી અપરાધી અને અંડરડોગ પોલીસ વચ્ચે બિલાડી અને ઉંદરનો ખેલ શરૂ થાય છે. વધુ મહિલા પોતાનો જીવ ગુમાવે એ અગાઉ અંજલિ ભાટી એક પછી એક પુરાવા એકત્ર કરીને કડી ઊભી કરે છે.