Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > ‘આર્યા 3’ હવે પરિવાર જેવો બની ગયો છે : સિકંદર ખેર

‘આર્યા 3’ હવે પરિવાર જેવો બની ગયો છે : સિકંદર ખેર

Published : 18 October, 2023 04:07 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રામ માધવાણીએ ડિરેક્ટ કરેલી આ સિરીઝમાં સુસ્મિતા સેન અને ઇલા અરુણ પણ જોવા મળશે.

સિકંદર ખેર

સિકંદર ખેર


સિકંદર ખેરનું માનવું છે કે ‘આર્યા 3’ એક પરિવાર જેવો છે. આ સિરીઝ ડિઝની+હૉટસ્ટાર પર ત્રીજી નવેમ્બરે શરૂ થશે. રામ માધવાણીએ ડિરેક્ટ કરેલી આ સિરીઝમાં સુસ્મિતા સેન અને ઇલા અરુણ પણ જોવા મળશે. આ શોમાં દૌલતના રોલમાં સિકંદર જોવા મળશે. આ શો વિશે સિકંદરે કહ્યું કે ‘અમે હવે ખરા અર્થમાં એક ​ફૅમિલી બની ગયાં છીએ. આ વાતની ચર્ચા મેં રામ માધવાણી અને તેમની સાથે આગામી શોમાં કામ કરનારા લોકો સાથે પણ કરી હતી. હું સતત તેમને કહેતો કે હવે તમે આજીવન તેમની સાથે કામ કરવાના છો. જોકે કેટલાક લોકોને એવી તક નથી મળતી. સેટ પર સમયસર કામ શરૂ થાય છે. સૌને એકસરખું માન આપવામાં આવે છે. દરેક જણ સમયસર કામ શરૂ કરે છે અને પૂરું પણ કરે છે. કોઈને કંટાળો નથી આવતો. એક પર્ફોર્મર તરીકે કામ પર કંટાળા વગર પાછા ફરવાની મજા આવે છે.’


Whatsapp-channel Whatsapp-channel

18 October, 2023 04:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK