Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > ‘સ્કૅમ 2003: ધ તેલગી સ્ટોરી’માં મુકેશ તિવારી અને દિનેશ લાલ યાદવની એન્ટ્રી

‘સ્કૅમ 2003: ધ તેલગી સ્ટોરી’માં મુકેશ તિવારી અને દિનેશ લાલ યાદવની એન્ટ્રી

Published : 01 November, 2023 04:08 PM | Modified : 01 November, 2023 04:17 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સોની લિવ પર આવેલી ‘સ્કૅમ 2003 ઃ ધ તેલગી સ્ટોરી’માં હવે મુકેશ તિવારી અને દિનેશ લાલ યાદવની એન્ટ્રી થઈ છે.

સ્કેમ 2003

સ્કેમ 2003


સોની લિવ પર આવેલી ‘સ્કૅમ 2003 ઃ ધ તેલગી સ્ટોરી’માં હવે મુકેશ તિવારી અને દિનેશ લાલ યાદવની એન્ટ્રી થઈ છે. આ શોમાં સૂર્યપ્રતાપ ગેહલોટના પાત્રમાં મુકેશ અને પ્રમોદ જયસિંહના પાત્રમાં દિનેશ જોવા મળશે. તેલગીના સ્ટૅમ્પ પેપર કેસમાં તેઓ કર્ણાટક સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમને લીડ કરતા હોય છે. આ વિશે મુકેશે કહ્યું કે ‘આ ખૂબ પ્રચલિત સ્કૅમ ફ્રૅન્ચાઇઝીનો પાર્ટ બનવું એ સન્માનની વાત છે. આ શોમાં સૂર્યપ્રતાપ ગેહલોટનું પાત્ર ભજવવું મારા માટે એ લર્નિંગ એક્સ્પીરિયન્સ રહેશે. આ શો મારા માટે ગોલ્ડન ઑપોર્ચ્યુનિટી છે. મને ફેશ્યલ એક્સપ્રેશનથી લઈને બૉડી-લૅન્ગ્વેજ અને વૉઇસ ટોન દરેક પર કામ કરવાની તક મળશે અને શીખવા પણ મળશે. આ સ્ટોરીલાઇનમાં મારું પાત્ર કેવો ટ્વિસ્ટ લાવે છે એ દર્શકો જુએ એ માટે હું આતુર છું.’
સૂર્યપ્રતાપ ગેહલોટના પ્રતિનિધિત્વ હેઠળ કામ કરનાર પ્રમોદના પાત્ર વિશે દિનેશે કહ્યું કે ‘આ શોમાં પ્રમોદના પાત્ર માટે મારા પર વિશ્વાસ મૂકવા બદલ હું મેકર્સનો આભારી છું. મેં જ્યારે આ સ્ટોરી વાંચી ત્યારે હું આ સ્કૅમમાં ખોવાઈ ગયો હતો. પ્રમોદનું પાત્ર ભજવવું થોડું મુશ્કેલ હતું. હંસલ મેહતા અને તુષાર હીરાનંદાનીના ગાઇડન્સ હેઠળ મેં એ ચૅલેન્જ ઉપાડી લીધી હતી. આ સિરીઝમાં કામ કરવાથી ઍક્ટર તરીકે મારો વિકાસ થયો છે.’


Whatsapp-channel Whatsapp-channel

01 November, 2023 04:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK