નીરજ પાંડેની સ્ટાઇલમાં બનાવવામાં આવેલો આ શો ઇન્ડિયાભરમાં ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો.
નીરજ પાંડે
નીરજ પાંડે હવે તેની ‘ખાકી : ધ બિહાર ચૅપ્ટર’ની બીજી સીઝન લઈને આવી રહ્યો છે. આ એક કૉપ-ક્રિમિનલ ચેઝ પર બનાવવામાં આવેલો શો છે જેનો બૅકડ્રૉપ બિહાર હતું. નીરજ પાંડેની સ્ટાઇલમાં બનાવવામાં આવેલો આ શો ઇન્ડિયાભરમાં ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો. આ શોને નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવ્યો હતો અને એ પાંચ મહિના સુધી એ પ્લૅટફૉર્મ પર ટૉપ ટેનના સ્પૉટમાં હતો. આ શોની સફળતાને જોઈને બીજી સીઝન બનાવવામાં આવી છે. નીરજ પાંડેના પ્રોડક્શન હાઉસ ફ્રાઇડે સ્ટોરીટેલર્સે હાલમાં જ નેટફ્લિક્સ સાથે ફિલ્મ અને વેબ-શો બનાવવા માટેની ડીલ સાઇન કરી છે. આ ડીલ બાદ આ પહેલો પ્રોજેક્ટ છે. આ વિશે નીરજ પાંડેએ કહ્યું કે ‘નેટફ્લિક્સ સાથે મળીને કામ કરવાનો અનુભવ ખૂબ જ સારો રહ્યો છે, કારણ કે એના લીધે ઘણી નવી તક ઊભી થઈ છે. મારા વિઝન અને તેમનું સ્ટોરી પ્રત્યેનું પૅશન મળતું આવે છે. અમારી અત્યાર સુધીની જર્ની ખૂબ જ અદ્ભુત રહી છે અને મને ખાતરી છે કે અમારા કોલૅબરેશનથી અમે ઇન્ડિયાની વિવિધ જગ્યાની સ્ટોરીઝ લઈને આવીશું. ‘ખાકી : ધ બિહાર ચૅપ્ટર’ને દર્શકોનો જે સપોર્ટ મળ્યો છે એ માટે અમે તેમના આભારી છીએ. એના કારણે અમને વધુ
કામ કરવાની પ્રેરણા મળી છે.’

