Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > ‘દુરંગા 2’નું મારું પાત્ર શાહરુખના ‘ડર’ના રોલને સમર્પિત છે : અમિત સાધ

‘દુરંગા 2’નું મારું પાત્ર શાહરુખના ‘ડર’ના રોલને સમર્પિત છે : અમિત સાધ

Published : 22 October, 2023 06:43 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમિત સાધે તેની સિરીઝ ‘દુરંગા 2’ના તેના રોલને શાહરુખ ખાનની ‘ડર’ ફિલ્મના તેના પાત્રને સમર્પિત કર્યો છે. તેની આ સિરીઝ Zee5 પર ચોવીસ ઑક્ટોબરે રિલીઝ થવાની છે

અમિત સાધ

અમિત સાધ


અમિત સાધે તેની સિરીઝ ‘દુરંગા 2’ના તેના રોલને શાહરુખ ખાનની ‘ડર’ ફિલ્મના તેના પાત્રને સમર્પિત કર્યો છે. તેની આ સિરીઝ Zee5 પર ચોવીસ ઑક્ટોબરે રિલીઝ થવાની છે. એમાં તેની સાથે ગુલશન દેવૈયા, દૃષ્ટિ ધામી, બરખા સેનગુપ્તા અને રાજેશ ખટ્ટર પણ જોવા મળશે. આ શોમાં સમીત પટેલના રોલમાં અમિત સાધ દેખાવાનો છે. એ વિશે અમિત સાધે કહ્યું કે ‘મારું કૅરૅક્ટર સમીત રહસ્યોથી ભરપૂર અને મંત્રમુગ્ધ કરવાવાળું છે. મારા માટે શોની સ્ક્ર‌િપ્ટ અનોખી અને મારું ધ્યાન ખેંચે એવી હોવી જોઈએ. મારા માટે આ પાત્રની ફિઝ‌િકાલ‌િટી અને ઇમોશનલ ડેપ્થ સમજવાં જરૂરી હતું. તમને જ્યારે કોઈ પાત્ર‌ની લાગણી અને ઇરાદો સમજાઈ જાય તો તમને એની જટિલતા પણ સમજાઈ જાય છે. એ પ્રમાણે તમે તેની બૉડી-લૅન્ગ્વેજને અપનાવી શકો છો. સૌથી મજેદાર બાબત એ છે કે મારે એવા પાત્રને સાકાર કરવાનું હતું કે જે ૧૪ વર્ષ સુધી કોમામાં હતું. તેની સ્પાઇન કેવી હશે, તેના મસલ્સ કેવા હશે, તે પાત્રમાં બાળક જેવી નિર્દોષતા છે. આપણામાં સારું-નરસું, સાચું-ખોટું એ બધાની સમજ છે. જોકે આ પાત્ર એ બધી સમજ ગુમાવી ચૂક્યું છે. અમારી પાસે સૌથી અગત્યનું ઉદાહરણ ‘ડર’નું હતું. શાહરુખ ખાન સરના રાહુલ મેહતાના આ પાત્રને હું મારો આ રોલ સમર્પિત કરવા માગું છું. જોકે અમે એ રોલને હાથ નથી લગાવ્યો અને આવી રીતે હું તેમને સમર્પિત કરું છું.’


Whatsapp-channel Whatsapp-channel

22 October, 2023 06:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK