મૌની રૉયે કહ્યું કે ‘મને ટાઇપકાસ્ટ કરવામાં આવી છે. જોકે એક બાબતને લઈને હું નસીબદાર છું કે કેટલાક ડિરેક્ટર્સને મારામાં અલગ રોલ્સ કરવાનું વિઝન દેખાય છે
મૌની રૉય
મૌની રૉયનું માનવું છે કે તે ઇન્ડસ્ટ્રીમાં ટાઇપકાસ્ટ બની ગઈ છે. તે ઇમરાન હાશ્મી, નસીરુદ્દીન શાહ અને વિજય રાઝ સાથે ‘શોટાઇમ’માં દેખાવાની છે. આ શો ૮ માર્ચથી ડિઝની + હૉટસ્ટાર પર શરૂ થશે. ઇન્ડસ્ટ્રીમાં કામ કરવું અઘરું અને ચૅલેન્જિંગ લાગતું હોવાનું તેણે જણાવ્યું છે. એ વિશે મૌની રૉયે કહ્યું કે ‘મને ટાઇપકાસ્ટ કરવામાં આવી છે. જોકે એક બાબતને લઈને હું નસીબદાર છું કે કેટલાક ડિરેક્ટર્સને મારામાં અલગ રોલ્સ કરવાનું વિઝન દેખાય છે. ઇમરાને જેમ કહ્યું તેમ કે આ ઇન્ડસ્ટ્રી નિષ્પક્ષ તો છે, પરંતુ સાથે જ મારું એવું પણ માનવું છે કે આ અઘરી ઇન્ડસ્ટ્રી પણ છે. સખત મહેનતની સાથે ઘણાબધા પડકાર પણ હોય છે. એ સ્ટ્રગલને તમે અવગણી ન શકો. સખત મહેનતમાં કોઈ શૉર્ટકટ નથી હોતો. મારું એવું માનવું છે કે કામથી જ કામ બને છે. જો તમે કોઈ પ્રોજેક્ટમાં સમર્પિત હો પછી એ ડાન્સિંગ હોય કે પછી ઍક્ટિંગ હોય; જો તમે સો ટકા યોગદાન આપશો, કોઈ પાત્રની અંદર ઊંડા ઊતરી જશો અને એને ન્યાય આપશો તો વહેલા કાં તો મોડા તમને સફળતા મળશે. મારી લાઇફનો આ જ એક મંત્ર છે.’