Mirzapur Season 3 Trailer Launch: પાંચ જુલાઈ 2024થી ભારત અને વિશ્વના 240 દેશોમાં ઓટીટી પ્લેટફોર્મ પ્રાઇમ વીડિયો પર ‘મિર્ઝાપુર’ની ત્રીજી સિઝનનું પ્રીમીયર થવાનું છે.
મિર્ઝાપુરનું પોસ્ટર (તસવીર સૌજન્ય : પીઆર)
ભારતના સૌથી મન પસંદ ઓટીટી પ્લેટફોર્મ પ્રાઈમ વીડિયો દ્વારા આજે 20 જુલાઈ 2024ના રોજ સૌથી પ્રખ્યાત અને મોસ્ટ વેટેડ ક્રાઈમ થ્રિલર વેબ સિરીઝ ‘મિર્ઝાપુર’ના (Mirzapur Season 3 Trailer Launch) ત્રીજા સીઝનનું રોમાંચક ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. એક્સેલ મીડિયા ઍન્ડ એન્ટરટેનમેન્ટ દ્વારા પ્રોડ્યુસ અને ગુરમીત સિંહ, આનંદ અય્યર દ્વારા ડિરેકેટ કરવામાં આવેલી ફેન ફેવરેટ વેબ સિરીઝ ‘મિર્ઝાપુર’ની ત્રીજી સિઝન માટે પણ એક્ટર પંકજ ત્રિપાઠી, અલી ફઝલ, શ્વેતા ત્રિપાઠી શર્મા, રસિકા દુગ્ગલ, વિજય વર્મા, ઈશા તલવાર, અંજૂમ શર્મા, પ્રિયાંશુ પેન્યુલી, હર્ષિતા શેખર ગૌર, રાજેશ તેલાંગ, શીબા ચડ્ઢા, મેઘના મલિક અને મનુ ઋષિ ચડ્ઢા સાથે બીજા અનેક ટેલેન્ટેડ કલાકારો ફરી સાથે આવ્યા છે. આ નવી સીઝનમાં તો સિરીઝના પેહલા બે ભાગમાં જોવા મળતા દાવ વધુ ઊંચા થઈ ગયા છે અને કેનવાસ પણ મોટું થઈ ગયું છે.
‘મિર્ઝાપુર’ની ત્રીજી સિઝનમાં 10 એપિસોડ (Mirzapur Season 3 Trailer Launch) છે. પાંચ જુલાઈ 2024થી ભારત અને વિશ્વના 240 દેશોમાં ઓટીટી પ્લેટફોર્મ પ્રાઇમ વીડિયો પર ‘મિર્ઝાપુર’ની ત્રીજી સિઝનનું પ્રીમીયર થવાનું છે. જેથી માત્ર 1499 રૂપિયામાં પ્રાઇમ વીડિયોના સબક્રિપશન સાથે આ દમદાર ત્રીજી સિઝનનો આનંદ તમે માણી શકશો.
ADVERTISEMENT
ભારતનાના ઉત્તર પ્રદેશમાં આવેલા એક સ્થળની વાર્તા દર્શાવતી વેબ સિરીઝ ‘મિર્ઝાપુર’એ પોતાની શક્તિ, બદલો, મહત્ત્વાકાંક્ષા, રાજકારણ, વિશ્વાસઘાત, છેતરપિંડી અને જટિલ કુટુંબની ગતિશીલતાની મનોરંજન સ્ટોરીથી લાખો દર્શકોને મંત્રમુગ્ધ (Mirzapur Season 3 Trailer Launch) કરી પોતાના ફૅન બનાવી દીધા છે. ‘મિર્ઝાપુર’ની બીજી સીઝનના અંત બાદના રોમાંચક ક્લાઈમેકસ પર આધારિત, ‘મિર્ઝાપુર’ સીઝન ત્રણનું ટ્રેલર દર્શકોને સિરીઝનું ફરી પૂર્વાંચલ વિસ્તારમાં ચાલતા અપરાધ અને સત્તાની એક આકર્ષક, પરંતુ અંધકારી અને ક્રૂર દુનિયાની સફર કરાવે છે. જેથી સિરીનું સ્ટ્રીમ થયા બાદ તે જોવું રસપ્રદ રહેશે કે કેવી રીતે ‘મિર્ઝાપુર’’ની સ્ટોરી આગળ વધે છે અને નવા સીઝનમાં સ્ટોરીમાં શું નવું થ્રીલ જોવા મળશે તે બાદ કેવીરીતે સ્ટોરીનો અંત આવે છે તે જોવાની મજા પડશે.
ડિરેક્ટર અને કાર્યકારી પ્રોડ્યુસર ગુરમીત સિંહે કહ્યું, ‘મિર્ઝાપુર’ના પહેલા બે સીઝન ભારતમાં સ્ટ્રીમિંગ સ્પેસમાં ક્રાઈમ થ્રિલર વેબ સિરીઝ માટે ગેમ ચેન્જર સાબિત થઈ છે. જેથી હવે ‘મિર્ઝાપુર’ સિઝન 3 સાથે, અમે આ ગતિને જાળવી રાખવાનો અને વાર્તાને નવા સ્તરે લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, સિરીઝમાં દરેક પાત્રના જીવનના નવા પાસાઓ અને પરિમાણોનું (Mirzapur Season 3 Trailer Launch) અન્વેષણ કરી રહ્યા છીએ, જેમાં નવી સાજિશની ગૂંચવણ પણ સામેલ છે. અમે ખુબ જ ઉત્સાહી છીએ કે ફૅન્સને નવા સીઝનમાં ‘મિર્ઝાપુર’ના સિંહાસન માટે થનારા સંઘર્ષ જોવા મળશે. દાવ ઊંચા થઈ ગયા છે અને કેનવાસ નિશ્ચિત રીતે મોટું થઈ ગયું છે. સાડા ત્રણ વર્ષના ગેપ પછી, અમે, અમારા દર્શકોની જેમ, પ્રાઈમ વીડિયો પર ‘મિર્ઝાપુર’ 3ના વર્લ્ડ પ્રીમિયરની હવે વધુ રાહ જોઈ શકતા નથી."

