ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર ‘પંચાયત 3’ ૨૮ મેએ રિલીઝ થવાની છે
નીના ગુપ્તા
નીના ગુપ્તા તેની ‘પંચાયત 3’ના શૂટિંગ દરમ્યાન ખુશ નહોતી. ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર ‘પંચાયત 3’ ૨૮ મેએ રિલીઝ થવાની છે. આ શોના શૂટિંગ વિશે વાત કરતાં નીના ગુપ્તા કહે છે, ‘હું કામ કરતી હોઉં ત્યારે હું ખૂબ જ ખુશ હોઉં છું. કામ સારું હોય તો ધૂળ અને ગરમી એ બધી બાબતથી ફરક નથી પડતો. જોકે કેટલાક કો-ઍક્ટરની તારીખ ન હોવાથી અમે ‘પંચાયત 3’નું શૂટિંગ કાળઝાળ ગરમીમાં કરી રહ્યા હતા. ૪૭ ડિગ્રી ગરમી હતી અને અમે અમારા પર ભીનાં કપડાં મૂકી રાખતા હતા. ઘણી છત્રીનો ઉપયોગ કરવા છતાં શૂટિંગ શરૂ થાય એટલે ગરમી લાગવાનું શરૂ થઈ જતું હતંુ. એક દૃશ્યમાં હું ગરમીમાં ઊભી હતી અને ડિરેક્ટરે ઍક્શન કહ્યું. જોકે એમ છતાં શૂટિંગ શરૂ થતાં થોડો સમય લાગ્યો. ગરમી એટલી લાગી રહી હતી કે મેં પોતાને ફરિયાદ કરી કે હું અહીં શું કરી રહી છું? જોકે લાઇફમાં કામ જરૂરી હોવાથી એનાથી દૂર ભાગી શકાય એમ નથી.’