આ સિરીઝ ૧૫ જૂને જિયો સિનેમા પર રિલીઝ થશે
મનીષ પૉલ
મનીષ પૉલનું માનવું છે કે ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરવા માટે તેના માટે વેબ-સિરીઝ ‘રફુચક્કર’ યોગ્ય પ્રોજેક્ટ છે. આ સિરીઝ ૧૫ જૂને જિયો સિનેમા પર રિલીઝ થશે. એમાં તેની સાથે પ્રિયા બાપટ લૉયર રિતુ ભંડારીના રોલમાં દેખાશે. આ શોને રિતમ શ્રીવાસ્તવે ડિરેક્ટ કર્યો છે. જ્યોતિ દેશપાંડે, અર્જુન સિંહ બરન અને કાર્તિક ડી. નિશંદરે પ્રોડ્યુસ કર્યો છે. આ સિરીઝમાં મનીષ પૉલ પાંચ અલગ-અલગ પાત્રો ભજવતો દેખાશે. આ શો વિશે મનીષ પૉલે કહ્યું કે ‘ફિલ્મ ‘જુગ જુગ જીયો’ બાદ મને લાગે છે કે એક ઍક્ટર તરીકે ‘રફુચક્કર’ મારા માટે યોગ્ય છે. પોતાની જાતને આગળ ધકેલવા માટે મને પડકાર સ્વીકારવા ગમે છે અને વિવિધ પાત્રોમાં પોતાને ઢાળવું ગમે છે. હું નસીબદાર છું કે મને ‘રફુચક્કર’માં પાંચ રોલ કરવા મળ્યા છે, જેના દ્વારા હું ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરી રહ્યો છું. મારા માટે આ સારો અનુભવ રહ્યો કે મને મારા લુક માટે વિવિધ એક્સપરિમેન્ટ્સ કરવા મળ્યા હતા. મને લાગે છે કે એક જ શોમાં મેં અનેક યુગ જીવી લીધા છે.’

