ડિઝની+હૉટસ્ટાર પર આવતા આ શોમાં સ્ટૅન્ડઅપ કૉમિક્સ અને સોશ્યલ મીડિયા સેન્સેશન્સ તેને વિવિધ સવાલો કરતા જોવા મળશે.

ડિઝની+હૉટસ્ટાર પર આવતા આ શોમાં સ્ટૅન્ડઅપ કૉમિક્સ અને સોશ્યલ મીડિયા સેન્સેશન્સ તેને વિવિધ સવાલો કરતા જોવા મળશે.
કરણ જોહર તેના શો ‘કૉફી વિથ કરણ’માં સેલિબ્રિટીઝને વિવિધ સવાલો પૂછીને વિવાદ પણ ઊભા કરે છે અને સામેવાળાને કન્ફ્યુઝ પણ કરે છે. હવે આ શોના ફિનાલેમાં તે કન્ફ્યુઝ દેખાવાનો છે. ડિઝની+હૉટસ્ટાર પર આવતા આ શોમાં સ્ટૅન્ડઅપ કૉમિક્સ અને સોશ્યલ મીડિયા સેન્સેશન્સ તેને વિવિધ સવાલો કરતા જોવા મળશે. આ વખતે તન્મય ભટ્ટ, દાનિશ સૈત, કુશા કપિલા અને નિહારિકા એન.એમ. ‘કૉફી વિથ કરણ અવૉર્ડ્સ’ને જજ કરતાં દેખાશે. આ શોમાં હાસ્ય, ફન અને મજેદાર બાબતો જોવા મળશે. કરણ પર જ્યારે વિવિધ સવાલોનો મારો આ ચારેય કરે છે તો તે ખૂબ મૂંઝાઈ જાય છે. એ વિશે કરણે કહ્યું કે ‘ઓહ માય ગૉડ! મારા શોમાં હું આજ સુધી ક્યારેય પણ આટલો સ્ટ્રેસ્ડ નહોતો. ખરેખર મારો તો પરસેવો છૂટી ગયો.’