ડિઝની+હૉટસ્ટારના આ શોમાં વકીલના લીડ રોલમાં કાજોલ દેખાવાની છે
કાજોલ
વેબ-સિરીઝ ‘ધ ગુડ વાઇફ’માં કાજોલ લીડ રોલમાં દેખાવાની છે. ડિઝની+હૉટસ્ટારના આ શોમાં તે વકીલના રોલમાં દેખાવાની છે. એનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું છે. અમેરિકન શો ‘ધ ગુડ વાઇફ’નું આ ઇન્ડિયન ઍડપ્ટેશન છે. શોને સુપર્ણ વર્મા ડિરેક્ટ કરી રહ્યો છે. શોની સ્ટોરી વિશે વાત કરીએ તો કાજોલ એક હાઉસવાઇફના રોલમાં દેખાશે. જોકે તેના હસબન્ડે કરેલા કૌભાંડને કારણે તે જેલભેગો થાય છે. એથી કાજોલ તેના હસબન્ડનો કેસ લડવા માટે વકીલ તરીકેની પોતાની ફરજ બજાવે છે. આ શોનું ટીઝર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કાજોલે કૅપ્શન આપી હતી, ‘પ્યાર, કાનૂન, ધોકા. આ છે ‘ધ ગુડ વાઇફ’ની લડાઈ.’
પોતાના રોલ વિશે કાજોલે કહ્યું કે ‘કરીઅરમાં આગળ વધતાં મારી પહેલી સિરીઝમાં હું પહેલી વખત વકીલનો રોલ કરી રહી છું. એને અદ્ભુત ડિરેક્ટર સુપર્ણ વર્મા ડિરેક્ટ કરશે.’

