આ એક ડેઇલી ડ્રામા છે જેમાં સસ્પેન્સફુલ ઍક્શન અને ફનનો સમાવેશ કરવામાં આવ્યો છે

ઇઝરાયલી લાઇવ-ઍક્શન ડ્રામા ‘ધ હૂડ’
ઇઝરાયલી લાઇવ-ઍક્શન ડ્રામા ‘ધ હૂડ’નું હવે ઇન્ડિયન વર્ઝન બની રહ્યું છે. પૅરૅમાઉન્ટ ગ્લોબલ કંપનીના અનાને સ્ટુડિયોઝે ઇન્ડિયાના અબુન્દંતિયા એન્ટરટેઇનમેન્ટ સાથે રીમેકની ડીલ સાઇન કરી છે. આ એક ડેઇલી ડ્રામા છે જેમાં સસ્પેન્સફુલ ઍક્શન અને ફનનો સમાવેશ કરવામાં આવ્યો છે. ‘ધ હૂડ’ની સાથે ઘણી ફિલ્મો અને સિરીઝ પર પણ કામ ચાલી રહ્યું છે જેમાં ‘મિસિંગ’ અને પૉપ્યુલર બુક ‘અલૉન્ગ કેમ અ સ્પાઇડર’ પરથી પણ પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. આ શો માટે કોને પસંદ કરવામાં આવે એ હજી સુધી જાહેર કરવામાં નથી આવ્યું.