આઠ ભાગની આ સિરીઝ આજે ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થવાની છે.
શાહિદ કપૂર
શાહિદ કપૂરનું માનવું છે કે તેના માટે ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરવા માટે ‘ફર્ઝી’ બેસ્ટ છે. આઠ ભાગની આ સિરીઝ આજે ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થવાની છે. તેની સાથે આ સિરીઝમાં વિજય સેતુપતિ, કે. કે. મેનન, રાશિ ખન્ના અને અમોલ પાલેકર પણ જોવા મળશે. આ સિરીઝ વિશે શાહિદ કપૂરે કહ્યું કે ‘હું ખુશ છું અને એ જાણવા માટે આતુર છું કે લોકો આ સિરીઝ જોઈને શું કહેશે અને તેમને કેવી લાગશે. પ્રામાણિકપણે કહું તો હું સંતુષ્ટ છું. મારું એવું માનવું છે કે અત્યાર સુધીની તમામ તકોની સરખામણીએ ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરવા માટે આ બેસ્ટ છે. આને તમે ‘ડિજિટલ ડેબ્યુ’ કહી શકો છો. વીસ વર્ષની મારી કરીઅરમાં હું ડેબ્યુ કરી રહ્યો છું. મને શુભેચ્છા આપો.’
વિજય સેતુપતિ એક બાળક જેવો ઇનોસન્ટ છે. એક ઍક્ટર તરીકેની તેનામાં પ્રામાણિકતા જોઈ શકાય છે અને તે એક પ્યૉર આર્ટિસ્ટ છે. - શાહિદ કપૂર

