આ શોમાં નેપોટિઝમની સાથે અનેક બાબતો પર પણ પ્રકાશ પાડવામાં આવશે.
ઇમરાન હાશ્મી
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડોકિયુ કરતી વેબ-સિરીઝ ‘શો ટાઇમ’ ડિઝની + હૉટસ્ટાર પર ૮ માર્ચે રિલીઝ થશે. આ શોને કરણ જોહરના ધર્મા પ્રોડક્શન્સે પ્રોડ્યુસ કર્યો છે. મિહિર દેસાઈએ ડિરેક્ટ કરી છે.
આ શોમાં ઇમરાન હાશ્મી, નસીરુદ્દીન શાહ, રાજીવ ખંડેલવાલ, શ્રિયા સરન, મૌની રૉય અને મહિમા મકવાણા લીડ રોલમાં છે. આ શોમાં નેપોટિઝમની સાથે અનેક બાબતો પર પણ પ્રકાશ પાડવામાં આવશે. આ શોની બિહાઇન્ડ ધ સીન ક્લિપ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કરણ જોહરે કૅપ્શન આપી હતી, ‘ઇટ્સ ‘શો ટાઇમ’. ડિઝની + હૉટસ્ટાર પર ૮ માર્ચે સ્ટ્રીમ થશે.’