Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > વેબ-સિરીઝ ‘લાહોર, ધ કિંગડમ’ માટે તલવારબાજી અને હૉર્સ રાઇડિંગ શીખી ડેઇઝી શાહ

વેબ-સિરીઝ ‘લાહોર, ધ કિંગડમ’ માટે તલવારબાજી અને હૉર્સ રાઇડિંગ શીખી ડેઇઝી શાહ

06 March, 2023 05:54 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટૂંક સમયમાં વેબ-સિરીઝનું શૂટિંગ શરૂ કરવામાં આવશે.

ડેઇઝી શાહ

ડેઇઝી શાહ


ડેઇઝી શાહ તેની આગામી વેબ-સિરીઝ ‘લાહોર, ધ કિંગડમ’ માટે તલવારબાજી અને હૉર્સ-રાઇડિંગ શીખી છે. આ સિરીઝમાં તે ઍક્શન સીક્વન્સ કરતી જોવા મળવાની છે. એની સ્ટોરી કાશ્મીરની ક્વીન દીદ્દા પર આધારિત છે. તેમણે કાશ્મીરમાં પાંચ દાયકાઓ સુધી શાસન કર્યું હતું. ટૂંક સમયમાં વેબ-સિરીઝનું શૂટિંગ શરૂ કરવામાં આવશે. એની સ્ટોરી વિશે ડેઇઝી શાહે કહ્યું કે ‘સ્ટોરી એટલી તો પ્રેરણાદાયક છે કે મેં તરત જ હા પાડી દીધી હતી. એ સમયમાં મહિલાઓનો દૃષ્ટિકોણ કેવો હતો એ વિશે છે અને આ સિરીઝમાં દેખાડવામાં આવશે કે તેઓ કેવાં પરિવર્તન લાવ્યાં હતાં. આ પ્રોજેક્ટ માટે મારે તલવારબાજી, હૉર્સ-રાઇડિંગ અને અન્ય ઍક્શન સીક્વન્સ શીખવાનાં છે. મારે ખૂબ ટ્રેઇનિંગ લેવાની છે, પરંતુ એક વાતની ખાતરી અપાવું છું કે હું દર્શકોને નિરાશ નહીં કરું.’


Whatsapp-channel Whatsapp-channel

06 March, 2023 05:54 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK