ટેનિસ ચૅમ્પિયન્સ લિએન્ડર પેસ અને મહેશ ભૂપતિ Zee5ની નૉન-ફિક્શનલ સિરીઝ ‘બ્રેક પૉઇન્ટ’માં દેખાવાના છે
નિતીશ તિવારી
ટેનિસ ચૅમ્પિયન્સ લિએન્ડર પેસ અને મહેશ ભૂપતિ Zee5ની નૉન-ફિક્શનલ સિરીઝ ‘બ્રેક પૉઇન્ટ’માં દેખાવાના છે. તેમના જીવન પર જ આ સિરીઝ આધારિત રહેવાની છે. આ સિરીઝને નિતેશ તિવારી અને અશ્વિની ઐયર તિવારીએ ડિરેક્ટ કરી છે. સાત પાર્ટની આ સિરીઝમાં તેમના જીવનમાં આવેલા ઉતાર-ચડાવ વિશે દેખાડવામાં આવશે. ૧૯૯૯માં વિમ્બલ્ડનનો ખિતાબ જીતનારા તેઓ પહેલી એવી જોડી બની ગઈ હતી. પહેલી વખત સાથે મળીને આ સિરીઝને કો-ડિરેક્ટ કરનાર નિતેશ તિવારી અને અશ્વિની ઐયર તિવારીએ કહ્યું હતું કે ‘આ પ્રકારની સિરીઝને Zee5ની સ્ક્રીન પર લાવવું સારું લાગી રહ્યું છે. લિએન્ડર પેસ અને મહેશ ભૂપતિ જેવા આઇકૉન્સ સાથે કામ કરવું અદ્ભુત છે. લોકોએ ન જાણી હોય એવી તેમની સ્ટોરીને સ્ક્રીન પર લાવવાને અમે હંમેશાં માણતા રહીશું.’