Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > ન્યુડ ફોટો બાદ હૉલીવુડની વેબ-સિરીઝમાં દેખાશે રણવીર?

ન્યુડ ફોટો બાદ હૉલીવુડની વેબ-સિરીઝમાં દેખાશે રણવીર?

29 July, 2022 04:28 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઍક્શન-ઍડ્વેન્ચર મિની સિરીઝમાં હૉલીવુડના ઍક્શન સુપરસ્ટાર પણ જોવા મળશે

રણવીર સિંહ

રણવીર સિંહ


રણવીર સિંહે ન્યુડ ફોટોશૂટ કરીને વિવાદમાં ફસાયો છે અને હવે એવું જાણવા મળ્યું છે કે તે હૉલીવુડની વેબ-સિરીઝમાં હૉલીવુડના સ્ટાર સાથે જોવા મળવાનો છે. તેના ન્યુડ ફોટોને જોતાં તેની વિરુદ્ધ એફઆઇઆર પણ દાખલ કરવામાં આવ્યો છે. એવામાં તે ફરી એક વખત હૉલીવુડ પ્રોજેક્ટને લઈને ચર્ચામાં છે. એવું જાણવા મળ્યું છે કે ઍક્ટર્સની ડેટ્સ સાથે તાલમેળ બેસતાં હૉલીવુડનો દિગ્ગજ ડિરેક્ટર દ્વારા જેમ બને એમ વહેલાસર શૂટિંગ શરૂ કરવામાં આવશે. આ ઍક્શન-ઍડ્વેન્ચર મિની સિરીઝમાં હૉલીવુડના ઍક્શન સુપરસ્ટાર પણ જોવા મળશે. રણવીરે તેના પર્ફોર્મન્સથી વિશ્વભરમાં ખૂબ લોકપ્રિયતા મેળવી છે. એથી વેસ્ટર્ન એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી પોતાના પ્રોજેક્ટ માટે તેને અપ્રોચ કરે તો એમાં નવાઈ ન કહેવાય. હાલમાં તો તે રોહિત શેટ્ટીની ‘સર્કસ’ અને કરણ જોહરની ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’માં બિઝી છે. જોકે હૉલીવુડ પ્રોજેક્ટને લઈને હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી.


Whatsapp-channel Whatsapp-channel

29 July, 2022 04:28 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK