OTTની લોકપ્રિય વેબ-સિરીઝ ‘એક બદનામ... આશ્રમ’ની ચોથી સીઝનનું શૂટિંગ સત્તાવાર રીતે શરૂ થઈ ગયું છે. ડિરેક્ટર પ્રકાશ ઝાએ મુહૂર્ત પૂજાની તસવીર શૅર કરીને પહેલી ઝલક આપી છે. બૉબી દેઓલ ફરી બાબા નિરાલાના પાત્રમાં જોવા મળશે.
બોબી દેઓલ
ત્રણ સીઝન અને ૩૩ એપિસોડ સાથે OTTની સૌથી વધુ જોવાતી વેબ-સિરીઝમાંથી એક ‘એક બદનામ... આશ્રમ’ હવે ચોથી સીઝન સાથે પરત ફરવાની તૈયારીમાં છે. ડિરેક્ટર પ્રકાશ ઝાએ સુપરહિટ સિરીઝની ચોથી સીઝનના સેટ પરથી પહેલી ઝલક શૅર કરીને ફૅન્સને સરપ્રાઇઝ આપ્યું છે.
પ્રકાશ ઝાએ સોશ્યલ મીડિયા પર મુહૂર્ત પૂજાની તસવીર શૅર કરીને સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે સિરીઝનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. પોસ્ટની કૅપ્શનમાં લખવામાં આવ્યું છે કે ‘એક વધુ આરંભ... આશ્રમના નવા અધ્યાયમાં તમારું સ્વાગત છે. જપનામ. ‘આશ્રમ ૪’નું શૂટિંગ શરૂ થઈ ગયું છે.’
ચોથી સીઝનમાં બૉબી દેઓલ ફરી એક વાર બાબા નિરાલાના પાત્રમાં જોવા મળશે. તેની સાથે અદિતિ પોહનકર, ચંદન રૉય સાન્યાલ અને ત્રિધા ચૌધરી પણ મુખ્ય ભૂમિકામાં પરત ફરી રહ્યાં છે. જોકે મેકર્સે હજુ સુધી રિલીઝ-ડેટ જાહેર કરી નથી.
