સ્ટેન્ડ-અપ કોમેડિયન મુનાવર ફારુકીને રવિવારે રિયાલિટી શો "બિગ બોસ" સીઝન 17 ના વિજેતા તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. શોના હોસ્ટ અને બોલિવૂડ અભિનેતા સલમાન ખાને ૩૨ વર્ષીય ફારુકીને વિજેતા તરીકે જાહેર કર્યા હતા, મૂનાવરે ૫૦ લાખ નું રોકડ ઇનામ અને એક કાર ઈનામ સ્વરૂપે જીતી હતી. મુનાવરે ફિનાલેમાં લાઇવ વોટિંગ દ્વારા અભિનેતા અભિષેક કુમારને હરાવ્યો, જ્યાં બોલિવૂડના અજય દેવગણ અને આર માધવન ખાસ મહેમાનો હતા.