શિવાંગી જોશી (Shivangi Joshi) એ તેના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને તેના ચાહકોને ચિંતામાં મૂકી દીધા છે. કારણ કે આ તસવીરમાં શિવાંગી હોસ્પિટલના બેડ પર ખૂબ જ નબળી હાલતમાં જોવા મળી રહી છે.

શિવાંગી જોશી
`યે રિશ્તા ક્યા કહેલાતા હૈ` (Yeh Rishta kya kehlata Hai)એક્ટ્રેસ શિવાંગી જોશી (Shivangi Joshi)ઉર્ફે નાયરા ટીવી ઈન્ડસ્ટ્રીની સૌથી પસંદીદા અભિનેત્રીઓમાંની એક છે. લોકો તેમની આગામી સિરિયલની જાહેરાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેના ચાહકો સોશિયલ મીડિયા પર તેની એક ઝલક જોવા માટે આતુર હોય છે. પરંતુ હવે શિવાંગીએ તેના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને તેના ચાહકોને ચિંતામાં મૂકી દીધા છે. કારણ કે આ તસવીરમાં શિવાંગી હોસ્પિટલના બેડ પર ખૂબ જ નબળી હાલતમાં જોવા મળી રહી છે. તસવીરની સાથે તેણે જણાવ્યું કે તે કિડની ઈન્ફેક્શનથી પીડિત છે.
હોસ્પિટલમાં દાખલ
શિવાંગીએ પોસ્ટમાં ખુલાસો કર્યો હતો કે તે કિડનીના ચેપને કારણે થોડા દિવસોથી હોસ્પિટલમાં દાખલ હતી. તેણે એક તસવીર શેર કરી છે જેમાં હોસ્પિટલના બેડ પર સુતા સુતા પણ હસતી દેખાય છે. તેમજ તેના મિત્રો અને ચાહકોને તેની તબિયતનું ધ્યાન રાખવા જણાવ્યું હતું. અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની એક તસવીર પણ શેર કરી છે, જેમાં તે થમ્બ્સ અપ આપતી જોવા મળી રહી છે, જે દર્શાવે છે કે તે સ્વસ્થ થઈ રહી છે.
શિવાંગીએ તસ્વીરનું કેપ્શન આપ્યું કે, "હાય ઓલ, મારા થોડા દિવસો ખરાબ રહ્યા છે, મને કિડનીમાં ચેપ લાગ્યો છે, પરંતુ હું તમને જણાવવા માંગુ છું કે મારા પરિવાર, મિત્રો, ડૉક્ટરો, હોસ્પિટલ સ્ટાફ અને ભગવાનની કૃપાથી હવે મને સારું છું. આ તમને યાદ અપાવવા માટે પણ છે કે તમારે તમારા શરીર, મન અને આત્માની કાળજી લેવાની જરૂર છે, અને સૌથી અગત્યનું હાઇડ્રેટેડ રહો. તમને બધાને પ્રેમ, અને હું ખૂબ જ ટૂંક સમયમાં પાછી આવીશ."
View this post on Instagram
આ પણ વાંચો: Birthday Special: આલિયા ભટ્ટને મહેશ ભટ્ટ અને પૂજા ભટ્ટની દીકરી માનવામાં આવતી
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો શિવાંગી છેલ્લે `બાલિકા વધૂ 2`માં જોવા મળી હતી. હવે તે ટૂંક સમયમાં એકતા કપૂરના આગામી શો `બ્યુટી એન્ડ બીસ્ટ`માં ડબલ રોલ કરતી જોવા મળશે. રિપોર્ટ્સનું માનીએ તો શિવાંગી શોમાં મહત્વની ભૂમિકા ભજવશે. તે શરૂઆતના એપિસોડમાં જોવા મળશે અને તેનું પાત્ર વાર્તાને દિશા આપશે. આ શોનું શૂટિંગ એક અઠવાડિયામાં શરૂ થવાનું છે. આ સિવાય તે શાલિન ભનોટના શો `બેકાબૂ`માં પણ નાના રોલમાં જોવા મળશે.