Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ને અલવિદા કહેશે ઑન-સ્ક્રીન તારક મહેતા?

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ને અલવિદા કહેશે ઑન-સ્ક્રીન તારક મહેતા?

17 May, 2022 01:54 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં તારક મહેતાનું પાત્ર ભજવનાર શૈલેશ લોઢાએ છેલ્લા એક મહિનાથી આ સિરિયલનું શૂટિંગ બંધ કર્યું છે.

શૈલેશ લોઢા

શૈલેશ લોઢા


‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં તારક મહેતાનું પાત્ર ભજવનાર શૈલેશ લોઢાએ છેલ્લા એક મહિનાથી આ સિરિયલનું શૂટિંગ બંધ કર્યું છે. એથી એવી અટકળો વહેતી થઈ છે કે કદાચ તે હવે આ શોમાં ફરીથી નહીં જોવા મળે. અનેક વર્ષોથી સબ ટીવી પર આવતો આ પારિવારિક શો લોકોના ઘરનો જ એક ભાગ બની ગયો છે. જોકે આ સિરિયલમાંથી દયાનો રોલ કરનારી દિશા વાકાણી પણ શોમાં પાછી નથી ફરી. તેની આવવાની અથવા તો તેના સ્થાને અન્ય કોઈને લેવાની અફવાઓ છાશવારે ઊડ્યા કરે છે. થોડા સમય પહેલાં ટપુનો રોલ ભજવતા રાજ અનડકટે પણ શોને અલવિદા કહી દીધું હતું. જોકે પ્રોડક્શન હાઉસે મનાવ્યા બાદ તે પાછો ફર્યો હતો. સૂત્રો પાસેથી હવે એ જાણવા મળ્યું છે કે જેઠાલાલના પરમમિત્ર તારક મહેતા એટલે કે શૈલેશ આ સિરિયલમાં પાછા ફરવાના મૂડમાં નથી. એવું જાણવા મળ્યું છે કે આ શોને આપવામાં આવતી તેની તારીખોનો યોગ્ય રીતે ઉપયોગ નથી થતો. સાથે જ આ શોને કારણે તેને હાલમાં અનેક ઑફર્સને નકારવી પડી હતી. એથી તે હવે નથી ચાહતો કે સારી-સારી તકોને તે જાકારો આપે. પ્રોડક્શન હાઉસ તેને મનાવવાના પૂરતા પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ શૈલેશે હવે પાકો નિર્ધાર કરી લીધો છે કે તે આ શોમાં નહીં આવે. હવે એ તો સમય જ દેખાડશે કે આપણને તારક મહેતા તરીકે શૈલેશ લોઢા જ દેખાશે કે પછી નવા ચહેરાની એન્ટ્રી થશે.


Whatsapp-channel Whatsapp-channel

17 May, 2022 01:54 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK