ટેલિવિઝનની પૉપ્યુલર ઍક્ટ્રેસ અંકિતા લોખંડે તેના હસબન્ડ વિકી જૈન સાથે રિયલિટી શો ‘બિગ બૉસ 17’માં દેખાય એવી શક્યતા છે.
અંકિતા લોખંડે તેના હસબન્ડ વિકી જૈન સાથે
ટેલિવિઝનની પૉપ્યુલર ઍક્ટ્રેસ અંકિતા લોખંડે તેના હસબન્ડ વિકી જૈન સાથે રિયલિટી શો ‘બિગ બૉસ 17’માં દેખાય એવી શક્યતા છે. તેમનું નામ હાલમાં ચર્ચામાં છે. આ બન્ને સોશ્યલ મીડિયામાં પોતાની લાઇફની ઝલક દેખાડે છે. તેમને જોઈને તેમના ફૅન્સ પણ હરખાઈ જાય છે. તેમની આ જ કેમિસ્ટ્રી ‘બિગ બૉસ’માં દેખાય એવી શક્યતા છે. સલમાન ખાન આ શોને હોસ્ટ કરે છે. સાથે જ નિયમ તોડનારાઓનો તે ક્લાસ લે છે. સૌથી પહેલાં આ બન્નેના નામની ચર્ચા શરૂ થઈ છે. ધીરે-ધીરે અનેક સેલિબ્રિટીઝનાં નામો પર ચર્ચા શરૂ થશે. જોકે હજી સુધી અંકિતા કે વિકી તરફથી કોઈ પુષ્ટિ નથી કરવામાં આવી. ટીવી પર આવતા આ શોમાં દર વર્ષે એક કપલને જરૂર રાખવામાં આવે છે અને આ વર્ષે એ અંકિતા હશે એવી ચર્ચા છે. અંકિતાના પિતાનું હાલમાં જ અવસાન થયું છે.


