° °

આજનું ઇ-પેપર
Tuesday, 06 December, 2022


વર્ષા બુમરાહ બની ‘સુપર મૉમ’

26 September, 2022 03:38 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જુલાઈમાં આ શો શરૂ થયો હતો અને ત્રણ મહિના બાદ ગઈ કાલે એનો ફિનાલે હતો

વર્ષા બુમરાહ

વર્ષા બુમરાહ

હરિયાણાની વર્ષા બુમરાહ ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ સુપર મૉમ્સ સીઝન 3’ની વિનર બની છે. જુલાઈમાં આ શો શરૂ થયો હતો અને ત્રણ મહિના બાદ ગઈ કાલે એનો ફિનાલે હતો. આ ગ્રૅન્ડ ફિનાલેમાં રશ્મિકા મંદાના, નીના ગુપ્તા અને ગોવિંદાએ મહેમાન તરીકે હાજરી આપી હતી. આ શોને રેમો ડિસોઝા, ભાગ્યશ્રી અને ઊર્મિલા માતોન્ડકર જજ કરી રહ્યાં હતાં. આ ગ્રૅન્ડ ફિનાલેમાં છ સ્પર્ધક રહી ગયા હતા. સાધના મિશ્રા અને સાદિકા મિશ્રાને અનુક્રમે પ્રથમ અને દ્વિતીય રનરઅપ જાહેર કરવામાં આવી હતી. આ કૉમ્પિટિશન જીત્યા બાદ વર્ષાએ કહ્યું હતું કે ‘મારા માટે આ સપનું પૂરું થવા બરાબર છે. મારા માટે આ શોની જર્ની એક લર્નિંગ એક્સ્પીરિયન્સ રહ્યો છે. હું ટ્રોફી જીતી એનાથી ખૂબ જ ખુશ છું. અહીં પહોંચવા માટે મેં ઘણી મહેનત કરી છે અને આ માટે હું મારી મેન્ટર વર્તિકા ઝાની ખૂબ જ આભારી છું. ત્રણે જજ દ્વારા પણ મને હંમેશાં પોત્સાહન પૂરુ પાડવામાં આવ્યું હતું. આ સ્પર્ધા ખૂબ જ મુશ્કેલ હતી અને હું મારા દરેક સાથી સ્પર્ધક પાસેથી પણ ઘણું શીખી છું. આ શોનો અંત થયો છે, પરંતુ મેં અહીં ઘણા ફ્રેન્ડ બનાવ્યા છે. હું દરેક રિહર્સલ અને મસ્તી – મજાકને મિસ કરીશ.’

26 September, 2022 03:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ટેલિવિઝન સમાચાર

Hetal Yadav: શૂટિંગ બાદ ઘરે જઈ રહેલા ઈમલી સીરિયલ ફેમ અભિનેત્રીની કારનો અકસ્માત

રવિવારે રાત્રે શૂટિંગમાંથી ઘરે પરત ફરતી વખતે અભિનેત્રીનો અકસ્માત થયો હતો. હેતલ યાદવની કારને ટ્રકે ટક્કર મારી હતી

06 December, 2022 02:03 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ટેલિવિઝન સમાચાર

TKSS: શક્તિ કપૂરને છોકરીના અવતારમાં જોઈ ચીડવતા હતા સિનિયર એક્ટર્સ

પેન્ટલે શક્તિ કપૂર સાથે જોડાયેલી એક ફની સ્ટોરી કહી

05 December, 2022 01:13 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ટેલિવિઝન સમાચાર

બાઇક પાછળ સૌથી વધુ પૈસા ખર્ચવાનું ગમે છે હર્ષ રાજપૂતને

હર્ષ રાજપૂતે ૨૦૦૬માં સ્ટાર પ્લસ પર આવેલી ‘ધરતી કા વીર યોદ્ધા પૃથ્વીરાજ ચૌહાણ’ દ્વારા કરીઅરની શરૂઆત કરી હતી. ત્યા

04 December, 2022 11:36 IST | Mumbai | Harsh Desai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK