ટેલિવિઝન ઍક્ટર ભૂપિન્દર સિંહનો ઉત્તર પ્રદેશના બિજનૌર જિલ્લામાં જમીનના વિવાદમાં પોતાના પાડોશી સાથે ઝઘડો થયો હતો અને આવેશમાં આવીને તેણે ફાયરિંગ કરીને બાવીસ વર્ષના યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો છે.
ભૂપિન્દર સિંહ
ટેલિવિઝન ઍક્ટર ભૂપિન્દર સિંહનો ઉત્તર પ્રદેશના બિજનૌર જિલ્લામાં જમીનના વિવાદમાં પોતાના પાડોશી સાથે ઝઘડો થયો હતો અને આવેશમાં આવીને તેણે ફાયરિંગ કરીને બાવીસ વર્ષના યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો છે. ઘટનાની ફરિયાદ બાદ પોલીસે ભૂપિન્દરની ધરપકડ કરી લીધી છે. ભૂપિન્દરના ફાર્મની બાજુમાં ગુરદીપ સિંહનું મકાન છે. બન્ને વચ્ચે નીલગિરિના ઝાડને લઈને ઝઘડો થયો હતો. સ્થિતિ એટલી તો વણસી કે ભૂપિન્દરે તેની લાઇસન્સવાળી પિસ્ટલથી ગુરદીપ સિંહ, તેમની વાઇફ મીરાબાઈ, તેમના દીકરા અમરિક બુટા સિંહ અને ગોબિન્દ સિંહ પર ફાયરિંગ કર્યું હતી. એ ઘટનામાં ગોબિન્દ સિંહનું તરત મૃત્યુ થયું હતું. બાકીના જખમી છે. પોલીસે ભૂપિન્દર અને તેના હાઉસહેલ્પ જ્ઞાન સિંહ, ગુર્જર સિંહ અને જીવન સિંહ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. ગુર્જર સિંહ અને જીવન સિંહ નાસી ગયા છે. જ્ઞાન સિંહને પણ પોલીસે પકડ્યો છે.