શાલિની મહલ હવે ‘કુંડલી ભાગ્ય’માં જોવા મળશે. બાલાજી ટેલિફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલા આ શોને શરૂઆતથી જ ખૂબ જ પ્રેમ મળ્યો છે.આ શોમાં શ્રદ્ધા આર્ય, શક્તિ આનંદ, મનિત જૌરા, અંજુમ ફકિહ, પારસ કલનાવત, સના સઈદ અને બશીર અલી જોવા મળી રહ્યાં હતાં.
શાલિની મહલ
શાલિની મહલ હવે ‘કુંડલી ભાગ્ય’માં જોવા મળશે. બાલાજી ટેલિફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલા આ શોને શરૂઆતથી જ ખૂબ જ પ્રેમ મળ્યો છે. આ શોમાં શ્રદ્ધા આર્ય, શક્તિ આનંદ, મનિત જૌરા, અંજુમ ફકિહ, પારસ કલનાવત, સના સઈદ અને બશીર અલી જોવા મળી રહ્યાં હતાં. આ કાસ્ટમાં હવે શાલિનીની પણ એન્ટ્રી થઈ રહી છે. સના સઈદના પાત્ર પાલ્કીની બહેન શનાયા તરીકે શાલિનીની એન્ટ્રી થવાની છે. શાલિનીએ ‘ગુડ્ડન તુમ્સે ના હો પાએગા’ અને ‘મીત : બદલેગી દુનિયા કી રીત’માં કામ કર્યું હતું. આ શોમાં તે એક ફૅશન ડિઝાઇનરનું પાત્ર ભજવી રહી છે. આ વિશે શાલિનીએ કહ્યું કે ‘ઇન્ડિયન ટેલિવિઝન પર ‘કુંડલી ભાગ્ય’ ખૂબ જ પૉપ્યુલર શો છે. આ શોમાં કામ મળવું સન્માનની વાત છે. આ શોની અદ્ભુત કાસ્ટ અને ક્રૂ મેમ્બર્સ સાથે કામ કરવાનો અનુભવ ખૂબ જ સારો રહ્યો છે. અમારી ઑફ-સ્ક્રીન જે કેમિસ્ટ્રી છે એ ઑન-સ્ક્રીન અમારા પર્ફોર્મન્સમાં જોવા મળશે. આ પાત્રને લઈને મારા પર ભરોસો કરવા બદલ હું એકતા મૅમનો આભાર માનું છું. અંગત રીતે કહું તો પહેલેથી ચાલતા શોમાં અધવચ્ચેથી એન્ટ્રી કરવી ખૂબ જ ચૅલેન્જિંગ હોય છે, કારણ કે એમાં તમારે પોતાની જગ્યા બનાવવામાં ખૂબ જ મહેનત કરવી પડે છે. જોકે હું મારાથી બનતા તમામ પ્રયત્ન કરીશ અને આશા રાખું છું કે દર્શકો પણ મને આ અવતારમાં પસંદ કરશે.’


