તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નવા એપિસોડમાં ટપ્પુ સેના તેમના ગુપ્ત પ્રોજેક્ટની તૈયારી કરી રહી છે

તસવીર સૌજન્ય: પીઆર
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)ના નવા એપિસોડમાં ટપ્પુ સેના (Tapu Sena) તેમના ગુપ્ત પ્રોજેક્ટની તૈયારી કરી રહી છે. ટપ્પુ કહે છે કે ગોકુલધામ વાસી સજાવટ અને વ્યવસ્થા જોઈને ખૂબ ખુશ થઈ જશે. કોમલ અને ડૉ. હાથી ક્લબ હાઉસમાં આવે છે અને ટપ્પુ સેનાને પૂછે છે કે શું ટાપુ સેના તેમણે આગળની સીટ પર બેસદવાની છે કે કેમ. ટપ્પુ સેનાનું કહેવું છે કે આગળની બેઠકો માત્ર મુખ્ય મહેમાન માટે છે. જેના પર ડૉ. હાથી પૂછે છે કે મુખ્ય અતિથિ કોણ છે. ટપ્પુ સેના તેમને તે કહેવાનો ઇનકાર કરે છે અને તેમને ધીરજ રાખવા કહે છે.
આ વાતચીત દરમિયાન જ પાછળથી, જેઠાલાલ, ભીડે અને સોસાયટીના અન્ય સભ્યો પણ ક્લબ હાઉસમાં આવે છે. ટપ્પુ તેમને પાછળની સીટ પર બેસવાનું કહે છે કારણ કે આગળની હરોળ મુખ્ય મહેમાન માટે છે. જેઠાલાલ ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે પહેલા ટપ્પુ સેનાએ સરપ્રાઈઝ શું છે તે શેર કર્યું નથી અને હવે તેઓ મુખ્ય અતિથિ વિશે પણ જણાવતા નથી. બાપુજી તેને શાંત કરે છે અને થોડીવાર રાહ જોવાનું કહે છે.
એપિસોડમાં આગળ તારક, અંજલિ અને અન્ય લોકો ડેકોરેશનની પ્રશંસા કરે છે. ભિડે ટપ્પુને પૂછે છે કે આ ઇવેન્ટ માટે કોણે ફંડ આપ્યું અને તેમને આટલા પૈસા કેવી રીતે મળ્યા. ટપ્પુ જવાબમાં કહે છે કે તેમણે આ વિશે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે ટપ્પુસેનાએ બધું મેનેજ કરી લીધું છે. ગોકુલધામ વાસીઓ ટપ્પુસેનાને ગુપ્ત મિશનમાં મદદ કરનાર મુખ્ય અતિથિનું નામ જણાવવા વિનંતી કરે છે.
આ પણ વાંચો: TMKOC: બાવરીના કેરેક્ટરની આ વાત ગમે છે નવીના વાડેકરને, ઇન્ટરવ્યૂમાં કર્યો ખુલાસો
એપિસોડના અંતમાં, ટપ્પુ જણાવે છે કે મુખ્ય અતિથિ અસિત કુમાર મોદી છે અને તેમણે જ તેમને તેમના પ્રોજેક્ટમાં મદદ કરી હતી.