આ શોમાં સની પંચોલી, કેતકી દવે, સીમા મિશ્રા, મેહુલ બુચ અને રિદ્ધિ નાયક પણ દેખાશે
‘ગંદી બાત 3’ની સુપ્રિયા શુક્લા ટીચર બનશે ‘બાલિકા વધૂ 2’માં
સુપ્રિયા શુક્લાને ‘બાલિકા વધૂ 2’માં મહત્ત્વનો રોલ ઑફર કરવામાં આવ્યો છે. કલર્સ પર આવેલી પૉપ્યુલર સિરિયલ ‘બાલિકા વધૂ’ની સિક્વલ આવી રહી છે. આ શોમાં સની પંચોલી, કેતકી દવે, સીમા મિશ્રા, મેહુલ બુચ અને રિદ્ધિ નાયકને આ સિક્વલ માટે પસંદ કરવામાં આવ્યાં છે. આ શોમાં હવે ‘ગંદી બાત 3’માં જોવા મળેલી સુપ્રિયા શુક્લાને પણ પસંદ કરવામાં આવી છે. તે આ શોમાં ટીચરનું પાત્ર ભજવવાની છે. આ શોનું શૂટિંગ શરૂ થઈ ગયું છે.
શરૂઆતના ૧૫ દિવસ શૂટિંગ રાજસ્થાનમાં થશે અને ત્યાર બાદ શોનું શૂટિંગ મુંબઈમાં થશે.


