આગામી એપિસોડમાં તેઓ રેસ્ટોરાંમાં સેલિબ્રેશન કરતાં જોવા મળશે.
અનુપમા અને યશદીપ
અનુપમા અને યશદીપની લવ-સ્ટોરી શરૂ થાય એ પહેલાં જ એનો અંત આવશે એવી શક્યતા છે. સ્ટાર પ્લસ પર આવતી ‘અનુપમા’ના હાલના એપિસોડમાં દેખાડવામાં આવ્યું છે કે યશદીપ એટલે કે વકાર શેખ કેવી રીતે અનુપમાને સ્પાઇસ ઍન્ડ ચટનીની કો-ઓનર બનવાની ઑફર કરે છે. આગામી એપિસોડમાં તેઓ રેસ્ટોરાંમાં સેલિબ્રેશન કરતાં જોવા મળશે. એ દરમ્યાન યશદીપના ખિસ્સામાંથી એક બૉક્સ પડી જાય છે અને એમાં વીંટી હોય છે. એ વીંટી અનુજ એટલે કે ગૌરવ ખન્ના જોઈ લે છે. અનુજ એ વખતે યશદીપને પૂછે છે કે શું આ વીંટી અનુપમા માટે છે? યશદીપ હા પાડે છે. યશદીપ આ વીંટી અનુપમાને આપે છે અને તેને પોતાની ફીલિંગ્સ વિશે કહે છે. એ સાંભળીને અનુપમાને શૉક લાગે છે. શું કરવું એની તેને સમજ નથી પડતી. જોકે યશદીપ તેને કહેતો જોવા મળશે કે તને ફીલિંગ્સ ન હોય તો પણ આપણે બેસ્ટ ફ્રેન્ડ બનીને રહી શકીએ છીએ.