રધુ અને રાજિવની જોડી લઈને આવી નવો શો
નવા શોનું પોસ્ટર
રધુ રામ અને રાજિવ લક્ષ્મણ એક નવો રિયલિટી શો લઈને આવ્યાં છે. તેમણે ઘણાં પૉપ્યુલર યુથ શો બનાવ્યા છે અને હવે તેઓ એમેઝોન પ્રાઇમ વિડિયો માટે ‘સ્કલ્સ એન્ડ રોઝીસ’ લઈને આવી રહ્યાં છે. આ શોમાં રોમૅન્સ અને ઍડ્વેન્ચરની વાત કરવામાં આવશે. અત્યાર સુધીમાં રોમૅન્સ પર આધારિત અને ઍડ્વેન્ચર પર આધારિત અલગ અલગ શો બનતાં હતાં. જોકે આ પહેલો એવો શો છે જેમાં બન્નેનો સમાવેશ કરવામાં આવશે. આ શોને ૩૦ ઑગસ્ટથી રજૂ કરવામાં આવશે.