દિવ્યા અગરવાલે તેના બૉયફ્રેન્ડ વરુણ સૂદ સાથેના બ્રેકઅપના નવ મહિના બાદ બિઝનેસમૅન અપૂર્વ પાડગાવકર સાથે સગાઈ કરી લીધી છે.
બ્રેકઅપના નવ મહિના બાદ દિવ્યા અગરવાલે કરી સગાઈ
દિવ્યા અગરવાલે તેના બૉયફ્રેન્ડ વરુણ સૂદ સાથેના બ્રેકઅપના નવ મહિના બાદ બિઝનેસમૅન અપૂર્વ પાડગાવકર સાથે સગાઈ કરી લીધી છે. આ સગાઈનો ફોટો દિવ્યાએ સોશ્યલ મીડિયા પર શૅર કરીને તેની રિલેશનશિપને ઑફિશ્યલ કરી હતી. ‘બિગ બૉસ ઓટીટી’ની વિનર દિવ્યાએ તેના ફ્રેન્ડ્સ અને ફૅમિલી સાથે સોમવારે ૩૦મી વરસગાંઠ સેલિબ્રેટ કરી હતી. દિવ્યાએ ઇન્સ્ટાગ્રામ પર તેના ફોટો શૅર કરીને સગાઈની જાહેરાત કરી દીધી હતી. અપૂર્વએએ તેના જન્મદિવસે દિવ્યાને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. ફોટો શૅર કરીને દિવ્યાએ લખ્યું હતું કે ‘શું હું સ્માઇલ કરતી બંધ થઈશ? ક્યારેય નહીં. લાઇફ વધુ સારી બની ગઈ છે અને મને મારી લાઇફ પસાર કરવા માટે એક યોગ્ય માણસ મળી ગયો છે. હું તેની બાયકો બનવા જઈ રહી છું. હું હંમેશાં માટે પ્રૉમિસ કરું છું કે આજ પછી હું ક્યારેય એકલી નહીં હોઉં.’

