તેણે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે તે આ શો નથી છોડવાની. તે આ સિરિયલમાંથી નીકળી જવાની છે એ અફવા ફેલાતાં તેના ફૅન્સ ચોંકી ગયા હતા

નિધિ શાહ
‘અનુપમા’માં કિંજલનો રોલ કરનાર નિધિ શાહ આ શો છોડીને જતી રહેવાની છે એવી અફવાએ જોર પકડ્યું છે. એના પર વિરામ લગાવવાનું કામ નિધિએ કર્યું છે. તેણે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે તે આ શો નથી છોડવાની. તે આ સિરિયલમાંથી નીકળી જવાની છે એ અફવા ફેલાતાં તેના ફૅન્સ ચોંકી ગયા હતા. અગાઉ આ શોમાં સમરનો રોલ ભજવનાર પારસ કલનાવતે પણ જણાવ્યું હતું કે ઍક્ટર્સને જો સારી તક મળે તો તેઓ શો છોડીને જતા રહે છે. એને જોતાં નિધિના ફૅન્સ સોશ્યલ મીડિયામાં તેને સવાલ કરી રહ્યા છે કે શું તે ખરેખર આ શો છોડવાની છે?
તેણે જણાવ્યું છે કે તે આ શોમાં છે અને ચિંતા કરવાની જરૂર નથી. એ વિશે નિધિએ કહ્યું કે ‘મને ફૅન્સનો આવો રિસ્પૉન્સ કદી નથી મળ્યો. જો મારે શો છોડવો જ હોત તો મેં ક્યારનો છોડી દીધો હોત.’