Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > Video: ઇન્ડિયન આઇડલ 15માં નાના પાટેકર થયા ગુસ્સે, સ્પર્ધકને સંભળાવી દીધી આવી વાત

Video: ઇન્ડિયન આઇડલ 15માં નાના પાટેકર થયા ગુસ્સે, સ્પર્ધકને સંભળાવી દીધી આવી વાત

Published : 30 November, 2024 07:02 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Nana Patekar silenced Indian Idol 15 Contestant: નાના પાટેકર તેમની આગામી ફિલ્મ ‘વનવાસ’ના પ્રમોશન માટે ઈન્ડિયન આઈડલ 15માં આવ્યા હતા. નાના પાટેકરની આ વાતને સાંભળીને શોના જજ બાદશાહ પણ હેરાન થઈ ગયો હતો.

નાના પાટેકર (મિડ-ડે)

નાના પાટેકર (મિડ-ડે)


બૉલિવૂડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકર (Nana Patekar silenced Indian Idol 15 Contestant) તેમના નિવેદનોને કારણે વિવાદો અને ચર્ચામાં હોય છે. અભિનતાઓથી લઈને નેતાઓને નિખાલસપણે સવાલ પૂછવા માટે જાણીતા છે. આ સાથે ફિલ્મોમાં પણ નાના પાટેકરના અભિનયને લોકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવે છે. જોકે હાલમાં નાના પટેકર ફરી એક વખત ટ્રેન્ડમાં આવ્યા છે. હાલમાં નાનાએ એક સિંગિંગ રિયાલીટી શોમાં એક સ્પર્ધકને તેમના સવાલોથી મૂંઝવણમાં મૂકી દીધી હતી. નાના સાથે સ્પર્ધકની વાતનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.


નાના પાટેકર તાજેતરમાં ઈન્ડિયન આઇડલ 15 (Nana Patekar silenced Indian Idol 15 Contestant) શોમાં જોવા મળ્યા હતા. આ શો દરમિયાન તેમણે એક સ્પર્ધકને અંકશાસ્ત્ર વિશે પ્રશ્ન પૂછ્યો હતો. સોની ટીવી દ્વારા બહાર પાડવામાં આવેલા આ શોના પ્રોમો વીડિયોમાં, જોવા મળી રહ્યું છે કે પીઢ અભિનેતા સ્પર્ધક મયસામી બાસુ સાથે વાત કરી રહ્યા છે. નાના પાટેકરે મયસામીને પૂછ્યું, "શું તમે અંકશાસ્ત્રમાં વિશ્વાસ કરો છો?" જ્યારે આ સ્પર્ધકે હકારમાં માથું હલાવ્યું, ત્યારે તેમણે તેને પૂછ્યું, "મને કહો, આ સ્પર્ધા કોણ જીતશે?" આ સવાલ સાંભળીને સ્પર્ધક થોડો આશ્ચર્યચકિત થઈ ગઈ અને કંઈ બોલી શકી નહીં. આ પછી નાના પાટેકરે તેને કહ્યું કે હવે મારી ઉંમરનો અંદાજ લગાવો. આ સાંભળીને સ્પર્ધક મૂંઝાઈ ગઈ અને હોસ્ટ આદિત્ય નારાયણ તરફ જોવા લાગી. ત્યારે નાના પાટેકરે મજાકમાં કહ્યું, "જુઓ, તમારું અંકશાસ્ત્ર બકવાસ છે ને? તમે ખચકાટ વિના ગાઓ, આ સત્ય છે. બાકીની વાત છોડો."



 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sony Entertainment Television (@sonytvofficial)


આ વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે જેને સોશિયલ મીડિયા (Nana Patekar silenced Indian Idol 15 Contestant) પર ઘણી પ્રતિક્રિયાઓ મળી છે. એક પ્રશંસકે લખ્યું, "ગરીબ છોકરી, તે નાનાજીના પ્રશ્નોના કારણે તણાવમાં આવી ગઈ." જ્યારે બીજાએ પ્રશ્ન કર્યો, "શું ઈન્ડિયન આઈડલમાં થોડું વધુ રોસ્ટિંગ નથી થઈ રહ્યું?" નાના પાટેકર તેમની આગામી ફિલ્મ ‘વનવાસ’ના પ્રમોશન માટે ઈન્ડિયન આઈડલ 15માં આવ્યા હતા. નાના પાટેકરની આ વાતને સાંભળીને શોના જજ બાદશાહ પણ હેરાન થઈ ગયો હતો. આ ફિલ્મનું નિર્દેશન ગદર નિર્માતા અનિલ શર્માએ કર્યું છે. ઉત્કર્ષ શર્મા આમાં લીડ રોલમાં છે. આ ફિલ્મ પિતા અને પુત્ર વચ્ચેના સંબંધોની ભાવનાત્મક સફર બતાવશે. વનવાસ 20 ડિસેમ્બર, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.


આ પહેલા નાના પાટેકર ફિલ્મ ‘ધ વેક્સીન વૉર’માં (Nana Patekar silenced Indian Idol 15 Contestant) જોવા મળ્યા હતા. કોરોના મહામારીની પૃષ્ઠભૂમિ પર બનેલી આ ફિલ્મનું નિર્દેશન વિવેક અગ્નિહોત્રીએ કર્યું હતું. જોકે, આ ફિલ્મ દર્શકો પર પોતાનો જાદુ ચલાવવામાં નિષ્ફળ રહી. આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી શકી નથી.

Whatsapp-channel Whatsapp-channel

30 November, 2024 07:02 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK