મોહિત મલ્હોત્રા ‘ભાગ્યલક્ષ્મી’માં વિક્રાન્તનું પાત્ર ભજવી રહ્યો છે.

મોહિત મલ્હોત્રા
મોહિત મલ્હોત્રા ફિટ રહેવા માટે સાઇક્લિંગ ફૉલો કરે છે. તે ‘ભાગ્યલક્ષ્મી’માં વિક્રાન્તનું પાત્ર ભજવી રહ્યો છે. આ પાત્ર માટે ફિટ રહેવા માટે મોહિત તેની ડાયટની સાથે સાઇક્લિંગનો સહારો લે છે. તે દર રવિવારે સાઇક્લિંગ માટે જાય છે અને તે શૂટિંગ કરી રહ્યો હોય કે નહીં એનાથી તેને કોઈ ફરક નથી પડતો. આ વિશે વાત કરતાં મોહિતે કહ્યું કે ‘એક ઍક્ટર તરીકે હું હંમેશાં સારા શેપમાં રહેવાનું પસંદ કરું છું. મારા કામને લઈને મારી ફિઝિકલ હેલ્થ જ નહીં, પરંતુ મારા સારા સ્વાસ્થ્ય માટે પણ હું સાઇક્લિંગ કરું છું. મેં ફીલ કર્યું કે સાઇક્લિંગ મારા માટે ખૂબ જ લાભદાયક છે. સાઇક્લિંગને કારણે મારું દિમાગ પણ થોડું રિલૅક્સ થાય છે. તેમ જ એ તમે તમારા ફ્રેન્ડ્સ અથવા તો ફૅમિલી સાથે કરી શકો છો. તેમ જ શહેરમાં થતી મૅરથૉનમાં પણ ભાગ લઈ શકો છો. મારું માનવું છે કે દરેકે તેમની આસપાસ જવા માટે સાઇકલનો ઉપયોગ કરવો જોઈએ અને એ ઇકો-ફ્રેન્ડ્લી પણ છે.’