તેનું કહેવું છે કે આ વિનિંગ અમાઉન્ટની અડધી રકમ તો સરકાર લઈ લેશે
મનીષા રાની
સોની પર આવતા ડાન્સ રિયલિટી શો ‘ઝલક દિખલા જા 11’ની વિજેતા મનીષા રાનીને હજી સુધી તેના પ્રાઇઝ-મની ૩૦ લાખ રૂપિયા નથી મળ્યા. જોકે તેને ખાતરી છે કે એમાંથી માત્ર પચાસ ટકા જ રકમ મળશે. થોડા સમય પહેલાં ‘બિગ બૉસ 16’ના વિજેતા શિવ ઠાકરેએ પણ જણાવ્યું હતું કે તેને પણ વિનિંગ અમાઉન્ટમાંથી માત્ર એક ચતુર્થાંશ ભાગ જ મળ્યો છે. તેણે ‘બિગ બૉસ’ મરાઠીમાં પણ ભાગ લીધો હતો અને એમાં પણ તે વિજેતા બન્યો હતો. ‘ઝલક દિખલા જા 11’ની વિનિંગ અમાઉન્ટ વિશે મનીષા રાની કહે છે, ‘મને હજી પણ ‘ઝલક’ની વિનિંગ અમાઉન્ટ આપવામાં નથી આવી. મને જે રકમ આપવામાં આવશે એમાંથી પણ તેઓ અડધી રકમ તો કાપી જ લેશે. લોકોને એવું લાગે છે કે મારી લાઇફમાં તો પૈસાનો વરસાદ પડતો હશે, પરંતુ એ તો જેની લાઇફમાં કરોડપતિ બૉયફ્રેન્ડ હોય તેની સાથે જ થાય છે. મારી પાસે કોઈ કરોડપતિ પણ નથી અને મારી પાસે કોઈ બૉયફ્રેન્ડ પણ નથી.’

