ઝીટીવી પર આ શો સોમવારથી શનિવારે સાંજે સાડાસાત વાગ્યે દેખાડવામાં આવે છે

‘મૈં હૂં અપરાજિતા’ સમાજ પર સ્ટ્રૉન્ગ છાપ છોડશે : શ્વેતા તિવારી
‘મૈં હૂં અપરાજિતા’માં લીડ રોલમાં જોવા મળતી શ્વેતા તિવારીનું માનવું છે કે આ સિરિયલ સમાજમાં સશક્ત છાપ છોડશે. ઝીટીવી પર આ શો સોમવારથી શનિવારે સાંજે સાડાસાત વાગ્યે દેખાડવામાં આવે છે. આ સિરિયલમાં તેની સાથે માનવ ગોહિલ અને શ્વેતા ગુલાટી પણ લીડ રોલમાં છે. આ શોમાં દેખાડવામાં આવ્યું છે કે અપરાજિતાની ભૂમિકામાં શ્વેતા તેની ત્રણ દીકરીઓને લાઇફ જીવવાના પાઠ ભણાવે છે. સિરિયલ વિશે શ્વેતાએ કહ્યું કે ‘મારું ચોક્કસપણે માનવું છે કે ‘મૈં હૂં અપરાજિતા’ એક અગત્યના વિષય પર પ્રકાશ પાડશે. આ શો લોકોને વિચારતા કરી દેશે અને દરેક જણ મારા આ પાત્ર અને તેની સ્ટ્રગલ સાથે પોતાને પણ જોડતા દેખાશે. આ પાત્રને લઈને હું ખૂબ ઉત્સુક છું. મારું એવું માનવું છે કે આ શોમાં એટલી ક્ષમતા છે કે એ સમાજ પર અસર છોડશે.’

