Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ૨.૦ રેટિંગ સાથે આ અઠવાડિયાનો નંબર વન શો છે ક્યોંકિ...સાસ ભી કભી બહૂ થી 2

૨.૦ રેટિંગ સાથે આ અઠવાડિયાનો નંબર વન શો છે ક્યોંકિ...સાસ ભી કભી બહૂ થી 2

Published : 18 April, 2026 03:16 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્મૃતિ ઈરાનીના આ શોમાં દર્શાવવામાં આવતા ટ્‌વિસ્ટ અને ટર્ન્સ દર્શકોને ખૂબ પસંદ આવી રહ્યા છે. બીજા સ્થાને ‘વસુધા’ છે જેને ૧.૯ રેટિંગ મળ્યું છે. આ શોમાં એક સરળ અને ચુલબુલી ગ્રામીણ છોકરીની વાર્તા દર્શાવવામાં આવી રહી છે જે લોકોને ખૂબ ગમે છે.

૨.૦ રેટિંગ સાથે આ અઠવાડિયાનો નંબર વન શો છે  ક્યોંકિ...સાસ ભી કભી બહૂ થી 2

૨.૦ રેટિંગ સાથે આ અઠવાડિયાનો નંબર વન શો છે ક્યોંકિ...સાસ ભી કભી બહૂ થી 2


બ્રૉડકાસ્ટ ઑડિયન્સ રિસર્ચ કાઉન્સિલ ઇન્ડિયા તરફથી આ અઠવાડિયાના ટેલિવિઝન રેટિંગ પૉઇન્ટ (TRP)ની નવી યાદી જોવા મળી છે જેમાં મોટી ઊથલપાથલ નોંધાઈ છે. આ યાદીમાં સૌથી પહેલા સ્થાન પર ‘ક્યોંકિ...સાસ ભી કભી બહૂ થી 2’ છે જેને ૨.૦ રેટિંગ સાથે નંબર ૧ પર જગ્યા મળી છે. સ્મૃતિ ઈરાનીના આ શોમાં દર્શાવવામાં આવતા ટ્‌વિસ્ટ અને ટર્ન્સ દર્શકોને ખૂબ પસંદ આવી રહ્યા છે. બીજા સ્થાને ‘વસુધા’ છે જેને ૧.૯ રેટિંગ મળ્યું છે. આ શોમાં એક સરળ અને ચુલબુલી ગ્રામીણ છોકરીની વાર્તા દર્શાવવામાં આવી રહી છે જે લોકોને ખૂબ ગમે છે. 
આ યાદીમાં ત્રીજા નંબરે ‘ગંગામાઈ કી બેટિયાં’ છે જેને ૧.૮ રેટિંગ મળ્યું છે. ચોથા નંબરે ‘અનુપમા’ છે જેને ૧.૩ રેટિંગ મળ્યું છે. એક સમયનો સૌથી લોકપ્રિય શો હવે TRPમાં પાછળ પડી રહ્યો છે જે એના ફૅન્સ માટે નિરાશાજનક છે. પાંચમા સ્થાને ૧.૭ રેટિંગ સાથે ‘રિશ્તોં કે ભી રૂપ બદલતે હૈં’ છે. આ શો એકતા કપૂરના લોકપ્રિય શોનો સ્પિન-ઑફ છે અને એને પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

18 April, 2026 03:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK