ક્રિતિકાએ સોશ્યલ મીડિયા પર કેટલીક તસવીરો શૅર કરી છે જેમાં ટીવી-પ્રેઝન્ટર ગૌરવ કપૂર પણ નજરે પડે છે
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
ઍક્ટ્રેસ ક્રિતિકા કામરા છેલ્લા ઘણા સમયથી તેની પર્સનલ લાઇફને લઈને ચર્ચામાં હતી. તેણે થોડા સમય પહેલાં એક તસવીર શૅર કરીને એવો સંકેત આપ્યો હતો કે તે રિલેશનશિપમાં છે, પરંતુ પાર્ટનરનું નામ જાહેર નહોતું કર્યું. હવે ક્રિતિકાએ સોશ્યલ મીડિયા પર કેટલીક તસવીરો શૅર કરી છે જેમાં ટીવી-પ્રેઝન્ટર ગૌરવ કપૂર પણ નજરે પડે છે. આ તસવીર પોસ્ટ કરીને ક્રિતિકાએ ગૌરવ સાથે રિલેશનશિપમાં હોવાની જાહેરાત કરી દીધી છે.
ગૌરવ ક્રિકેટ અને ટીવી-પ્રેઝન્ટર જ નથી, ટીવી-ઍક્ટર પણ છે. તે ઇન્ડિયન પ્રીમિયર લીગના પ્રી-મૅચ શો, T20 મૅચોના કવરેજ અને પોતાના લોકપ્રિય યુટ્યુબ શો ‘બ્રેકફાસ્ટ વિથ ચૅમ્પિયન્સ’ માટે ઓળખાય છે.
ADVERTISEMENT
ગૌરવની અંગત જિંદગીની વાત કરીએ તો તેનાં અગાઉ ઍક્ટ્રેસ અને મૉડલ કિરત ભટ્ટલ સાથે લગ્ન થયાં હતાં. બન્નેએ ૨૦૧૬માં લગ્ન કર્યાં હતાં. જોકે રિપોર્ટ મુજબ બન્નેના ડિવૉર્સ થઈ ગયા છે અને પછી ગૌરવ હાલમાં ક્રિતિકા સાથે રિલેશનશિપમાં છે.


