Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > હિના ખાનનો થિયેટર ડેબ્યુ

હિના ખાનનો થિયેટર ડેબ્યુ

09 December, 2022 04:03 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચંદન રૉય સાન્યાલ અને કુણાલ રૉય કપૂર સાથે દેખાશે ‘ષડયંત્ર’માં

હિના ખાન

હિના ખાન


મર્ડર મિસ્ટરી ‘ષડયંત્ર’માં હિના ખાન, ચંદન રૉય સાન્યાલ અને કુણાલ રૉય કપૂર જોવા મળશે. આ એક ટેલિ પ્લે નાટક છે, જેને તાતા પ્લે થિયેટર પર અઢાર ડિસેમ્બરે ઑન ઍર કરવામાં આવશે. આ નાટકમાં હિનાએ નતાશાનું પાત્ર ભજવ્યું છે અને તેના પતિ રોહન તિવારીનું પાત્ર ચંદને ભજવ્યું છે. આ વિશે હિનાએ કહ્યું કે ‘મને ખુશી છે કે નાટકમાં કામ કરવાનું મારું સપનું પૂરું થયું છે. હું ‘ષડયંત્ર’ દ્વારા નાટકમાં મારો ડેબ્યુ કરી રહી છું. હું નતાશાનું પાત્ર ભજવી રહી છું જે બીજા પર સરળતાથી વિશ્વાસ કરતી હોય છે અને હંમેશાં લોકોની મદદ કરતી હોય છે. જોકે તેની લાઇફમાં કંઈ એવું થાય છે કે તે તેની રિલેશનશિપને એકદમ ક્લોઝલી જોવાનું શરૂ કરે છે. તેનામાં ઘણો બદલાવ આવે છે. મારે ​પહેલેથી થિયેટર કરવું હતું અને આ પ્રોસેસમાં મને ખૂબ જ મજા આવી હતી. આશા રાખું છું કે ભવિષ્યમાં પણ મને થિયેટર કરવા મળે.’


Whatsapp-channel Whatsapp-channel

09 December, 2022 04:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK