આ શો સુરતની એક ગુજરાતી રાજગૌર ફૅમિલીનો છે.
નાવિકા કોટિયા
‘ઇંગ્લિશ વિંગ્લિશ’ની ચાઇલ્ડ ઍક્ટ્રેસ નાવિકા કોટિયા હવે ‘ક્યૂંકિ... સાસ માં, બહૂ, બેટી હોતી હૈ’ દ્વારા લીડ તરીકે એન્ટ્રી કરી રહી છે. આ શો ઝીટીવી પર ૧૮ સપ્ટેમ્બરથી શરૂ થશે. આ શો સુરતની એક ગુજરાતી રાજગૌર ફૅમિલીનો છે. આ શોમાં બે વહુની વાત કરવામાં આવી છે જેમાંની નાની વહુ ફૅમિલીથી અલગ થવા માગે છે અને મિલકતમાં ભાગ માગે છે.
આ શોમાં તે કેસરનું પાત્ર ભજવી રહી છે. તે એક એવી છોકરીનું પાત્ર ભજવી રહી છે જે પોતાના સપનાની સાથે ફૅમિલીના સપનાને પણ બૅલૅન્સ કરતાં જાણે છે. યા તો જીત હોગી યા સિખ હોગી એ તેનો ઍટિટ્યુડ હોય છે.
ADVERTISEMENT
આ વશે નાવિકાએ કહ્યું કે ‘મને ખુશી છે કે કેસર તરીકેનો મને લીડ રોલ મળ્યો છે. ‘ક્યૂંકિ... સાસ માં, બહૂ, બેટી હોતી હૈ’ એક પ્રોગ્રેસિવ શો છે. ફૅમિલી અને કરીઅરની વાત હોય ત્યારે મારા પાત્ર કેસરને ખબર છે કે લાઇફને કેવી રીતે બૅલૅન્સ કરવી. તેનો ક્યારેય હાર નહીં માનવાનો ઍટિટ્યુડ હોય છે અને એ મારી લાઇફ સાથે સુસંગત છે. મને જ્યારે આ સ્ક્રિપ્ટ અને પાત્ર સંભળાવવામાં આવ્યું ત્યારે મને થયું કે હું આ જ પાત્રની રાહ જોઈ રહી હતી. આ શોની સ્ક્રિપ્ટ ખૂબ જ એન્ગેજિંગ હતી. કાસ્ટ ઍન્ડ ક્રૂ પણ ખૂબ જ ટૅલન્ટેડ છે. હું આ એપિક જર્ની પર જવા માટે ઉત્સાહી છું.’


