Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > મા બન્યા પછી એકતા કપૂરે લખ્યો ઈમોશનલ મેસેજ

મા બન્યા પછી એકતા કપૂરે લખ્યો ઈમોશનલ મેસેજ

01 February, 2019 04:05 PM IST |

મા બન્યા પછી એકતા કપૂરે લખ્યો ઈમોશનલ મેસેજ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પોતાના સમયના જાણીતા અભિનેતાના ઘરે ફરી એક વાર પધાર્યું નવું મહેમાન. પુત્ર તુષાર કપૂર પિતા બન્યો ત્યાર બાદ હવે તેમની દીકરી માતા બની અને તેને દીકરો થયો છે. જીતેન્દ્ર દાદા બન્યા અને હવે નાના પણ બની ગયા છે. ખાસ વાત તો એ છે કે, ટીવી ક્વીન એકતા કપૂરને આ ખુશખબરી માટે ઘણાં અભિનંદનો તેમજ વધામણીઓ મળી રહી છે, અને તેણે હાલમાં જ સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ મેસેજ પણ શેર કર્યો છે. તેમાં તેની માતા બનવીનું જે સુખ છે તે પ્રત્યેનો આનંદ વ્યક્ત કર્યો છે.

પ્રથમ પોસ્ટમાં એકતા કપૂરે પોતાના દીકરાનું નામ બધાંને જણાવ્યું. તેણે પોતાના દીકરાનું નામ રવી કપૂર રાખ્યું છે. આ પોસ્ટમાં એકતાએ લખ્યું છે કે, ઈશ્વરના આશીર્વાદથી મે જીનવમાં ઘણી સફળતાઓ મળી છે, પણ આ દુનિયામાં મારી સાથે એક આત્મા જોડાઈ છે તેવી લાગણીઓની તોલે કોઈ સફળતા આવી શકતી નથી. એટલી હદ સુધી કે આ બાળકના જન્મને લઈને મારી લાગણીઓ પણ હું વ્યક્ત નથી કરી શકતી કે હું કેટલી ખુશ છું. જીવનમાં જરૂરી નથી કે જેવું તમે ઈચ્છો તેમ જ બધી વસ્તુઓ થાય, પણ ક્યાંક ને ક્યાંક તેના નિવારણો તો હોય જ છે. મેં મારી માટે તેની શોધ કરી અને આજે હું માતા બનીને ધન્યતા અનુભવું છું. આ મારી માટે તેમ જ મારા પરિવાર માટે એક ઈમોશનલ મોમેન્ટ છે અને હું માતા બનવાના પ્રવાસની શરૂઆત કરવા માટે હજી વધુ રાહ નહીં જોઈ શકું.



એકતાએ વધુ એક પોસ્ટમાં ડૉક્ટરનો પણ આભાર માન્યો છે. તેણે લખ્યું છે કે, ડૉ. નંદિતા પાલસેટકરે મને આખી પ્રક્રિયા વિશે સમજાવ્યું અને તે બાબતે જણાવ્યું. એકતાએ આ પોસ્ટમાં ડૉ. નંદિતાની કમેન્ટ પણ સામેલ કરી છે. ડૉ.નું કહેવું છે કે, "એકતા કપૂર મારી પાસે માતા બનવાની ઈચ્છા લઈને અમુક વર્ષો પહેલા આવી હતી. અમે IUIઅને IVFની મલ્ટીપલ સાઈક્લ દ્વારા એકતાને માતા બનાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ તેમાં અમને સફળતા ન મળી. તેથી, અમે એકતાને લઈને IVF સેંટરમાં સરોગસી ટેક્નિક 9 મહિના પહેલા પર્ફોર્મ કરી હતી. હવે 9 મહિના પછી તેને સફળતા મળી અને રવિવારે તેનો બાળક જન્મ્યો.


ઉલ્લેખનીય છે કે, ફિલ્મમેકર અને ટેલીવિઝન પ્રૉડ્યુસર એકતા કપૂર માતા બની છે. તેને દીકરો થયો છે. એકતા કપૂર સરોગેસી દ્વારા માતા બની. જણાવીએ કે, તેના ભાઈ તુષાર કપૂરની જેમ એકતા કપૂરે પણ સરોગેસી દ્વારા પિતા બનવાનો પર્યાય પસંદ કર્યો હતો. જાણકારી મુજબ 27 જાન્યુઆરીના તેમના ઘરે દીકરાનો જન્મ થયો. કહેવાય છે કે, એકતા કપૂરનો દીકરો સંપૂર્ણપણે સ્વસ્થ છે અને એકતા જલ્દી જ તેને પોતાના ઘરે લઈ જઈ શકશે. જાણકારી પ્રમાણે એકતા હજી સુધી પોતાના દીકરાને ઘરે નથી લાવી. ફિલ્મ અને ટીવી સાથે જોડાયેલા કલાકારો પણ એકતા કપૂરને ખુશખબરીની વધામણી આપી રહ્યાં છે.

આ પણ વાંચો : એકતા કપૂરે પિતાના નામ પર જ રાખ્યું દીકરાનું નામ


એકતા કપૂરથી પહેલા તેનો ભાઈ તુષાર કપૂર પણ સરોગેસી દ્વારા જ પિતા બન્યો હતો. તેમની સાથે સાથે પ્રૉડ્યુસર-ડાયરેક્ટર કરણ જોહર પણ આવી જ રીતે પિતા બન્યા હતા. કરણના બે જુડવા બાળકો છે, જેના નામ યશ અને રુહી છે. બૉલીવુડનો બાદશાહ માનવામાં આવતો શાહરુખ ખાનનો દીકરો પણ અબરામ ખાન તેનો જન્મ પણ સરોગેસી દ્વારા થયો હતો.

Whatsapp-channel Whatsapp-channel

01 February, 2019 04:05 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK