Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > એકતા કપૂરે પિતાના નામ પર જ રાખ્યું દીકરાનું નામ

એકતા કપૂરે પિતાના નામ પર જ રાખ્યું દીકરાનું નામ

31 January, 2019 07:40 PM IST |

એકતા કપૂરે પિતાના નામ પર જ રાખ્યું દીકરાનું નામ

એકતા કપૂરે જાહેર કર્યું પુત્રનું નામ

એકતા કપૂરે જાહેર કર્યું પુત્રનું નામ


ફિલ્મ અને ટીવી પ્રોડ્યૂસર એકતા કપૂરે સરોગસીથી જન્મેલા તેના પુત્રનું નામ રવિ કપૂર રાખ્યું છે. ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને એકતાએ આ જાહેરાત કરી છે. એકતા કપૂરના પિતા જીતેન્દ્ર કપૂરનું સાચું નામ રવિ કપૂર છે. જેથી એકતાએ તેમના પુત્રનું નામ પણ રવિ રાખ્યું છે.

એકતાએ પોસ્ટ કરી કે, 'ભગવાનની દયાથી, મે જીવનમાં અનેક સફળતાઓ મેળવી છે. પરંતુ મારી દુનિયામાં એક નવા જીવના આગમનની લાગણી જેવી કોઈ જ લાગણી નથી. મારા પુત્રના જન્મથી મને કેવી લાગણી થઈ છે તે હું શબ્દોમાં વર્ણવી શકું તેમ નથી. જીવનમાં બધુ તમે ઈચ્છો તેમ નથી થતું પરંતુ આ ઉંચનીચ સામે લડવાનો રસ્તો હોય જ છે. મને મારી મળી અને હું માતા બની. આ મારા અન મારા પરિવાર માટે લાગણીશીલ ક્ષણ છે. હું રવિ કપૂર સાથે માતા તરીકેની મારી સફર શરૂ કરવા માટે આતુર છું'.

એકતા કપૂરના ડોક્ટરના કહેવા પ્રમાણે એકતાએ સરોગસી પહેલા બીજા ઓપ્શન પણ ટ્રાય કર્યા હતા. એકતા કપૂરે IVF અને IUI પ્રક્રિયાથી પણ માતા બનાવાના પ્રયાસ કર્યા હતા. જો કે આખરે તેણે સરોગસીનો સહારો લીધો.

આ પણ વાંચોઃ ફરી મુંબઈમાં શૂટિંગ કરવા ઈચ્છે છે ડિરેક્ટર રિતેશ બત્રા



એકતા કપૂરનો ભાઈ તુષાર કપૂર પણ સરોગસની મદદથી પિતા બન્યો છે. તે તેના દીકરા લક્ષ્ય સાથે અવાર નવાર જોવા મળે છે.


Whatsapp-channel Whatsapp-channel

31 January, 2019 07:40 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK